<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

વર્ષ-૨૦૪૭ સુધીમાં શહેરોમાં ૧૦ કરોડથી વધુ મકાનોની માંગ રહેશે

રિયલ એસ્ટેટ ક્ષેત્રનું યોગદાન આગામી પાંચ વર્ષમાં દેશની કુલ અર્થ વ્યવસ્થામાં એક ટ્રિલિયન કરતા વધુ હશે

 નવીદિલ્હી: દેશમાં જે રીતે ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે, તેને લઈને શહેરોમાં વર્ષ-૨૦૪૭ સુધીમાં ૧૦ કરોડ મકાનોની માંગ ઊભી થશે. શહેરોમાં મકાનોની સમસ્યાના સમાધાનને માટે સરકાર હાલમાં લોકોને પોસાય એવા બે રૂમ અને રસોડાના મકાનોને પ્રોત્સાહન આપી રહી છે, પરંતુ વાસ્તવિકતા એવી છે કે, શહેરોમાં બાળકોના ઉત્તમ શિક્ષણ માટે, રોજગાર માટે તથા શહેરોની અત્યંત આધુનિક જીવનશૈલી તેમજ અન્ય સુખ- સુવિધાઓને લઈને ગામડાના લોકો શહેરોમાં પલાયમ કરી રહ્યા છે, જેથી ૩થી૪ રૂમ અને રસોડાના મકાનોની માંગ સતત વધી રહી છે. આ માંગને લઈને રિયલ એસ્ટેટ ક્ષેત્રનું યોગદાન આગામી પાંચ વર્ષમાં દેશની કુલ અર્થ વ્યવસ્થામાં એક ટ્રિલિયન કરતા વધુ હશે

(11:57 PM IST)