News of Tuesday, 26th November 2024
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૨૯ થી ત્રણ દિવસીય ઓડિશાની મુલાકાતે :સુરક્ષા સમ્મેલનને સંબોધિત કરશે
ઓડિશામાં પહેલીવાર પોલીસ મહાનિદેશેકો અને પોલીસ મહાનિરીક્ષકોનુ અખિલ ભારતીય સમ્મેલનનું આયોજન

ભુવનેશ્વર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભુવનેશ્વરમાં અખિલ ભારતીય સુરક્ષા સમ્મેલનમાં ભાગ લેવાને માટે ૨૯ નવેમ્બરથી ઓડિશાની ત્રણ દિવસીય મુલાકાત પર રહેશે. પોલીસ મહાનિદેશકો અને પોલીસ મહાનિરીક્ષકોના આ સમ્મેલનમાં ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ગુપ્ત બ્યૂરોના અન્ય વરિષ્ઠ અધિકારી, તમામ રાજ્યોના ડીજીપી, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના મહાનિદેશક, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ), રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ અને એસપીજીના મુખ્ય અધિકારી પણ ઉપસ્થિત રહેશે.
ઓડિશાના કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિશ્ચંદ્રને જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી ૨૯ મી નવેમ્બરની રાત્રે ભુવનેશ્વર આવી પહોંચશે અને પહેલી ડિસેમ્બરે સુરક્ષા સંમેલનને સંબોધિત કરી બપોર સુધી ઓડિશામાં રહેશે. ઓડિશામાં પહેલીવાર પોલીસ મહાનિદેશેકો અને પોલીસ મહાનિરીક્ષકોનુ અખિલ ભારતીય સમ્મેલનનું આયોજન થઈ રહ્યું છે.
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
