News of Tuesday, 26th November 2024
વિશાખાપટ્ટનમમાં બનશે 18મોં નવો રેલવે ઝોન
યાત્રીકોની સુવિધામાં વધારો તો થશે જ સાથે-સાથે રેલ્વે કર્મચારીઓને પણ ફાયદો થશે

નવીદિલ્હી: ભારતીય રેલવેને એક વધુ ઝોનની ભેટ મળનાર છે. હાલમાં રેલવેમાં ૧૭ ઝોન છે, અને હવે એક વધુ નવો ઝોન એટલે કે રેલ્વેનો ૧૮ મો ઝોન આંધ્રપ્રદેશના વિશાખાપટનમમાં બનશે. તેનાથી યાત્રીકોની સુવિધામાં વધારો તો થશે જ સાથે-સાથે રેલ્વે કર્મચારીઓને પણ ફાયદો થશે.
એક નવા રેલ્વે ઝોનની સ્થાપનાથી ક્ષેત્રમાં કનેક્ટિવિટી વધશે અને આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે. તેની જાહેરાત તત્કાલીન રેલ મંત્રી પિયુષ ગોયલે ૨૭ ફેબ્રુઆરી- ૨૦૧૯ ના રોજ કરી હતી. આ નવા રેલવે ઝોનનું નામ સાઉથ કોસ્ટ રેલવે હશે. આ ઝોનનું કામ ૨૪ મહિનામાં પૂરું કરવામાં આવશે.
રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરે વિશાખાપટ્ટનમમાં સાઉથ કોસ્ટ રેલવે ઝોન સ્થાપિત કરવાને માટે કાર્યાલય નિર્માણને માટે નિવિદા આમંત્રિત કરી દેવામાં આવી છે. નવા ઝોનની ઓફિસ બિલ્ડીંગના નિર્માણ વાળી નિવિદાની બોલી ૧૩ ડિસેમ્બર-૨૦૨૪ ના રોજ શરૂ થશે. ટેન્ડર ૨૭ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ બંધ થશે.
(11:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
