તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Wednesday, 27th November 2024
હાથ પર મસો થયો તો ટેટૂથી શિવલિંગ બનાવી દીધું

નવી દિલ્હી, તા.૨૭: શરીરમાં કોઈ પણ જગ્યાએ મસો થવો એ સામાન્ય વાત છે. મસો ભલે ઓળખની નિશાની તરીકે ગણાતો હોય, પણ મોટે ભાગે કોઈને એ ગમતો નથી. આજકાલ લોકો મસાનાં ઑપરેશન પણ કરાવતા હોય છે, પણ એક યુવાને મસાને પણ ટૅટૂ બનાવડાવીને ડેકોરેટ કર્યો છે. યુવાનના જમણા હાથમાં અંગૂઠા પર એક મસો હતો એટલે તેણે મસા પર અને એની ગોળ ફરતે ટૅટૂ કરાવીને એને શિવલિંગનો આકાર આપી દીધો. ઉપર ‘શિવ' પણ ત્રોફાવ્યું છે. સોશ્યલ મીડિયા પર ‘પહેલાં' અને ‘પછી'ના ફોટો જોઈ સૌકોઈ નવાઈ પામે છે.
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
