News of Wednesday, 27th November 2024
સુંદર છોકરો જોઈએ! છોકરીએ લગ્ન કરવા માટે રાખી એવી ડિમાન્ડ કે છોકરાઓ આવી ગયા ટેન્શનમાં
રસોઇ આવડવી જોઇએ એકમાત્ર સંતાન હોય, ફાર્મ હોઉસ હોય, ઓડકાર ન ખાતો હોય વગેરે શરતોઃ એક મેટ્રિમોનિયલ એડ ચર્ચામાં છે, જેને જોઈ બધા છોકરાઓ ટેન્શનમાં આવી ગયા છે

નવી દિલ્હી, તા.૨૭: આજકાલ સોશ્યલ મીડિયા પર લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા રહે છે. જેને જોઈને આપણા મનમાં આશ્ચર્યનો પાર નથી રહેતો. એક સમયે લગ્ન જેવી બાબતો સંબંધી દ્વારા સરળતાથી પૂર્ણ થઈ જતી હતી. એ સમયે લોકો કોઈ એવી શરતો નહોતા રાખતા, જેનાથી સામેવાળા પક્ષને કોઈ સમસ્યા થાય. તેમજ લગ્ન કરવા માટે જ્યાં-ત્યાં ભટકવું પણ નહોતું પડતું. પરંતુ હવે માહોલ બદલાઈ ગયો છે. હવે લગ્ન કરવા માટે ઇન્ટરનેટની અને સમાચારપત્રોની પણ મદદ લેવી પડી રહી છે. સમાચારપત્રોમાં પણ એવી જાહેરાતો આવે છે, જેને વાંચીને આપણને આપણી આંખો પર વિશ્વાસ ન થાય.
હાલ આવો જ એક કિસ્સો ચર્ચામાં છે. એક મેટ્રિમોનિયલ એડ હમણાં ખૂબ ચર્ચામાં છે, જેને જોઈને લોકો વિચારમાં પડી ગયા છે કે આવું કેવી રીતે થઈ શકે. સામાન્ય રીતે લગ્ન કરવા માટે લોકો પોતાની રિક્વાયરમેન્ટ્સ જેમ કે, શિક્ષણ, હાઈટ, વેઈટ કે નોકરી અંગે જણાવે છે. પરંતુ આ એડવર્ટાઈઝમેન્ટમાં એક છોકરીએ કંઈક એવી માંગ રાખી છે, જે વાંચીને તમને વિશ્વાસ પણ નહીં થાય.
એવો વરરાજા જોઈએ છે કે જે...
સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ એડવર્ટાઈઝમેન્ટમાં લખ્યું છે કે ૩૦ વર્ષની એક છોકરીને પોતાની માટે ૨૫-૨૮ વર્ષનો વર જોઈએ છે. વર સુંદર હોય અને માતા-પિતાનું એકમાત્ર સંતાન હોવો જોઈએ. તે બિઝનેસ કરતો હોવો જોઈએ અને તેની પાસે ૨૦ એકરનું ફાર્મહાઉસ હોવું જોઈએ. સાથે જ યુવક જમવાનું બનાવવામાં એક્સપર્ટ હોવો જોઈએ, પરંતુ કયારેય ઓડકાર ન આવતો હોય અને કયારેય ગેસ ન છોડતો હોવો જોઈએ. ત્યારે લોકો સોશ્યલ મીડિયા પર આને શેર કરી રહ્યા છે અને આ અજીબ ડિમાન્ડ પર રિએક્શન આપી રહ્યા છે.
ઋષિ નામના એક ટ્વિટર યુઝરે ન્યૂઝ પેપરમાં આવેલી આ એડનો ફોટો શેર કર્યો છે અને લખ્યું છે કે, પૂંજીવાદ વિરુદ્ધ કામ કરતી ૩૦ વર્ષની નારીવાદી સ્ત્રીને ૨૫ વર્ષનો એક સારો બિઝનેસ ધરાવતો ધનિક યુવકની જરૂરત છે. જો કોઈ હોય તો જણાવજો. આ પોસ્ટને ૧૧૦થી વધુ વ્યૂઝ મળ્યા છે અને ૩૦૦૦થી વધુ લાઈક્સ અને ૮૦૦થી વધુ વખત શેર કરવામાં આવી છે.
ત્યારે ટ્વિટર પર આ પોસ્ટને મજેદાર રિએક્શન મળી રહ્યા છે. એક યુઝરે મજાક ઉડાવતા કહયું કે, Zeptoએ તેને ૧૦ મિનિટમાં વરરાજો મોકલી દેવો જોઈએ. તો બીજાએ કહયું છે કે, કોઈની પ્રાયોરિટી નક્કી થઈ ગઈ છે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
