<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

આગ્રા લખનૌ એક્‍સપ્રેસ- વે પર અકસ્‍માત : લગ્નમાંથી પરત ફરી રહેલા પાંચ ડોક્‍ટરના મોત

કન્‍નૌજ, તા.૨૭ : આગરા લખનૌ એક્‍સપ્રેસ- વે પર એક મોટો અકસ્‍માત થયો છે. આ દુર્ઘટનામાં ૫ ડૉક્‍ટરોના મોત થયા છે અને એક ડૉક્‍ટર ઘાયલ છે. આ તમામ કારમાં લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્‍યા હતા. માહિતી મળ્‍યા બાદ પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી હતી અને મળતદેહોને કારમાંથી બહાર કાઢવામાં આવ્‍યા હતા. આ તમામ લખનૌથી પરત ફરી રહ્‍યા હતા ત્‍યારે સવારે લગભગ ૪ વાગે આ અકસ્‍માત થયો હતો. તમામ મળતકોની ઓળખ કરી લેવામાં આવી છે. આ પાંચ ડોકટરો સૈફઈ મેડિકલ કોલેજમાં કાર્યરત હતા

આ અકસ્‍માત કન્‍નૌજના તિરવા કોતવાલી વિસ્‍તાર પાસે થયો હતો. આ તમામ તબીબો પીજી કરી રહયા હતા. તબીબની હાલત નાજુક હોવાનું કહેવાય છે. મળત્‍યુ પામેલા ડોકટરોમાં ડો.અનિરુધ વર્મા, ડો.સંતોષ કુમાર મૌર્ય, ડો.જયવીર સિંહ, ડો.અરુણ કુમાર, ડો.નરદેવની ઓળખ થઈ છે. જેમાં કેટલાક અન્‍ય લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.

(10:20 AM IST)