તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 27th November 2024
NTPC ગ્રીન એનર્જી IPOની સુસ્ત શરૂઆત : ૩ ટકાના પ્રિમીયમે લિસ્ટીંગ
NSE પર રૂ.૧૧૧ના ભાવે લીસ્ટીંગ : પ્રાઇઝ બેન્ડ રૂ.૧૦૮ હતી

મુંબઇ, તા.૨૭: NTPC ની પેટાકંપની NTPC ગ્રીન એનર્જી IPO શેરબજારમાં લિસ્ટ કરવામાં આવી છે. શેરબજારમાં કંપનીની શરૂઆત સુસ્ત રહી છે. NTPC ગ્રીન એનર્જી IPO BSE પર ૩.૩૩ ટકાના પ્રીમિયમ સાથે રૂ. ૧૧૧.૬૦ પ્રતિ શેર પર લિસ્ટેડ છે. કંપની એનએસઈમાં રૂ. ૧૧૧.૫૦ પ્રતિ શેરના ભાવે લિસ્ટ થઈ છે. તમને જણાવી દઈએ કે, NTPC ગ્રીન એનર્જીની પ્રાઇસ બેન્ડ ૧૦૨ રૂપિયાથી ૧૦૮ રૂપિયા પ્રતિ શેર હતી. કંપનીએ ૧૩૮ શેરનો એક લોટ બનાવ્યો હતો. જેના કારણે રોકાણકારોએ ઓછામાં ઓછા ૧૪,૯૦૪ રૂપિયાનો સટ્ટો લગાવવો પડયો હતો. કંપનીએ તેના કર્મચારીઓને એક શેર પર ૫ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું હતું.
NTPC ગ્રીન એનર્જી IPO ૧૯ નવેમ્બરે ખુલ્યો હતો. રિટેલ રોકાણકારોને ૨૨ નવેમ્બર સુધી કંપનીના IPO પર દાવ લગાવવાની તક હતી. કંપની દ્વારા ૨૫ નવેમ્બર ૨૦૨૪ના રોજ શેરની ફાળવણી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, NTPC ગ્રીન એનર્જી IPOનું કદ ૧૦,૦૦૦ કરોડ રૂપિયા છે. કંપનીએ IPO દ્વારા ૯૨.૫૯ કરોડ નવા શેર જારી કર્યા છે.
આ IPO ૧૮ નવેમ્બરે એક્રર રોકાણકારો માટે ખોલવામાં આવ્યો હતો. કંપનીએ એક્રર રોકાણકારો દ્વારા રૂ. ૩૯૬૦ એકત્ર કર્યા છે. એક્રર રોકાણકારોને જારી કરાયેલા ૫૦ ટકા શેરનો લોક-ઇન સમયગાળો માત્ર ૩૦ દિવસનો છે.
NTPC ગ્રીન એનર્જી IPO ને ૩ દિવસમાં ૨.૫૫ ગણું સબસ્ક્રિપ્શન મળ્યું. રિટેલ કેટેગરીમાં, IPO ને મહત્તમ ૩.૫૯ વખત સબસ્ક્રિપ્શન મળ્યું હતું. NIIમાં ૮૫ ટકા સબ્સ્ક્રિપ્શન પ્રાપ્ત થયું હતું અને QIB કેટેગરીમાં ૩.૫૧ ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું.
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
