News of Wednesday, 27th November 2024
પેન્શનરો માટે ૧ કરોડ ડીજીટલ લાઇફ સર્ટીફીકેટ જનરેટ : કેન્દ્રીય પ્રધાન જીતેન્દ્રસિંહ

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે એક મહિના સુધી ચાલેલા ખાસ અભિયાન દરમ્યાન દેશભરના પેન્શનરો દ્વારા એક કરોડ ડીજીટલ લાઇફ સર્ટીફીકેટ જનરેટ કરવામાં આવ્યા છે.
આ મહીનાની શરૂઆતમાં પેન્શનરોના ડીજીટલ સશકિતકરણ માટે રાષ્ટ્રવ્યાપી ડીજીટલ જીવન પ્રમાણપત્ર ઝુંબેશ ૩.૦ શરૂ કરી હતી. આ અભિયાન ૧ થી ૩૦ નવેમ્બર દરમ્યાન ભારતના ૮૦૦ શહેરોમાં યોજાયું હતું.
જીતેન્દ્રસિંહે કહયું પેન્શનરો અને સીનીયર સીટીઝનોની સુવિધા માટે રજુ કરવામાં આવેલ ડીજીટલ લાઇફ સર્ટીફીકેટના આ અભિયાનમાં આંકડો રેકોર્ડ ૧ કરોડને પાર કરી ગયો છે.
આ સીમાચીન્હ વૃધ્ધ નાગરિકો માટે જીવન સરળતા લાવવામાં અને વડાપ્રધાન મોદીના તાજેતરમાં ‘મન કી બાત' એપીસોડમાં તેમના દ્વારા વ્યકત કરવામાં આવેલ વીઝનને અનુરૂપ રહેવા માટે ખુબ આગળ વધશે.
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
