<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

અદાણી ગ્રુપના તમામ શેરોમાં તોફાની તેજી : લાંચના આરોપોને નકાર્યા બાદ ગ્રુપના શેરમાં ૧૮%નો ઉછાળો

ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસ ફોરેન કરપ્‍શન એક્‍ટ હેઠળ લાંચ લેવાનો આરોપ નથી : આરોપો પર નિવેદન

નવી દિલ્‍હી, તા.૨૭: આજે અદાણી ગ્રુપના તમામ શેર્સમાં ઉછાળો જોવા મળ્‍યો છે. સવારના ટ્રેડિંગ સેશનમાં ફ્‌લેગશિપ કંપની અદાણી એન્‍ટરપ્રાઈઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અદાણી એનર્જી સોલ્‍યુશન્‍સ, અંબુજા સિમેન્‍ટ્‍સ, અદાણી વિલ્‍મર, અદાણી પોર્ટ્‍સ અને સ્‍પેશિયલ ઈકોનોમિક ઝોન અને એનડીટીવીના શેરમાં વધારો થયો છે.

બપોરે ૧:૨૦ વાગ્‍યે અદાણી પાવર અને અદાણી ટોટલ ગેસના શેરમાં જબરદસ્‍ત ઉછાળો જોવા મળી રહ્‍યો છે, જ્‍યારે અદાણી પાવરનો શેર ૧૭.૫૧%ના વધારા સાથે રૂ. ૫૧૪.૩૦ પર ટ્રેડ થઈ રહ્‍યો છે, જ્‍યારે અદાણી ટોટલ ગેસનો શેર રૂ. ૫૧૪.૩૦ પર ટ્રેડ થઈ રહયો છે. ૧૮.૦૦% ના વધારા સાથે રૂ. ૬૮૩.૭૫ પર ટ્રેડિંગ કર્યું હતું.

બપોરે ૧ વાગ્‍યાની આસપાસ, અદાણી ગ્રુપના શેરમાં જબરદસ્‍ત રિકવરી જોવા મળી હતી, અદાણી ટોટલ ગેસની સાથે અદાણી પાવર, અદાણી એનર્જી સોલ્‍યુશન્‍સ, અદાણી ગ્રીન, અદાણી એન્‍ટરપ્રાઈઝીસના શેરમાં ૧૦% થી વધુનો વધારો જોવા મળ્‍યો હતો.સવારે ૧૧:૪૫ વાગ્‍યે, અદાણી ગ્રીન એનર્જીનો શેર ૮૩.૪૫ પોઈન્‍ટ અથવા ૯.૨૯%ના વધારા સાથે ૯૮૨.૦૦ ના સ્‍તરે ટ્રેડ થઈ રહયો છે. ૮૯૦ રૂપિયાના સ્‍તરે ખુલ્‍યા બાદ આ શેર આજના ટ્રેડિંગમાં ૯૮૮ રૂપિયાના સ્‍તરે પહોંચી ગયો છે.

તમને જણાવી દઈએ કે અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જીએ સ્‍પષ્ટતા કરી છે કે ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસ ફોરેન કરપ્‍શન એક્‍ટ હેઠળ લાંચ લેવાનો આરોપ નથી. કંપનીનું કહેવું છે કે અદાણી ગ્રૂપના અધિકારીઓ - ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને વરિષ્ઠ ડિરેક્‍ટર વિનીત જૈન પર યુએસ ફોરેન કરપ્‍ટ પ્રેક્‍ટિસ એક્‍ટ (FCPA) હેઠળ લાંચ લેવાનો આરોપ લગાવતા મીડિયા અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે.

કંપનીના આ નિવેદન બાદ રોકાણકારોનો ટ્રેન્‍ડ પોઝિટિવ છે જેના કારણે અદાણી ગ્રુપના શેરમાં તેજી જોવા મળી રહી છે.

સવારે અદાણી એનર્જી સોલ્‍યુશન્‍સ ૩.૭૭%, અદાણી ગ્રીન એનર્જી ૨.૯૩%, અદાણી પાવર ૨.૮૩%, અદાણી એન્‍ટરપ્રાઇઝ ૨.૨૨%ના વધારા સાથે રૂ. ૪૪૮.૪૫ પર ટ્રેડ કરી રહ્‍યા હતા, અદાણી ટોટલ ગેસ ૧ . ૨.૨૯%.

આ સિવાય અદાણી વિલ્‍મર ૧.૩૯%, NDTV ૧.૨૬%, અદાણી પોર્ટ્‍સ અને સ્‍પેશિયલ ઈકોનોમિક ઝોન ૦.૯૪%, અંબુજા સિમેન્‍ટ ૦.૬૮%, ખ્‍ઘ્‍ઘ્‍ ૦.૧૮% ના વધારા સાથે ટ્રેડિંગ કરતા જોવા મળ્‍યા હતા.

(2:57 PM IST)