News of Wednesday, 27th November 2024
યુવાનોને ઉભા કરે તે વૃધ્ધ
રામકથામાંથી પૂ. મોરારીબાપુના ચૂટેલા વચનો અત્રે પ્રસ્તુત છે

- રાવણ પણ એક વાર રામ બોલ્યો હતો.
- તમારા બાળકોને ફોનની બહુ ટેવ ન પાડતા.
- મારે શરણે આવ એવું કૃષ્ણએ કહ્યું, તેનો અર્થ હું એમ કરૂં છું કે વૃદ્ધ ને શરણ આપ.
- આપણે જઈએ પછી પાછળવાળા રામ રામ બોલે તેના કરતા આપણે જ રામ - રામ બોલવાની ટેવ પાડીએ.
- શિવ તો પરમ કરૂણામુર્તિ છે.
- દીકરો જન્મે ત્યારે ઉત્સવ ઉજવો જ પણ દીકરી જન્મે ત્યારે સવાયો ઉત્સવ ઉજવશો.
- બધા ભોજન કરતા હોય એ મને ખુબ જ ગમે કોઈની થાળી માં ભોજન નથી પીરસાતું બ્રહ્મ પીરસાઈ છે માટે બ્રહ્મ ભોજન કહેવાય છે.
- પુજય બાપુએ રામકથાની વ્યવસ્થાઓમાં ખુબ જ પ્રસન્નતા વ્યકત કરી, તમામ વ્યવસ્થા જોવાની - બિરદાવવાની ઈચ્છા વ્યકત કરી.
- ગાયનો આત્મા પરમ ઉપકારી છે.
- રઘુવંશીઓ જયારે વૃદ્ધ થાય ત્યારે સંન્યાસીઓની જેમ જીવતા અને મૃત્યુ પામે ત્યારે યોગીની જેમ મૃત્યુ પામતા એવું વર્ણન શ્રી કાલિદાસજીએ કર્યું છે.
- એકલતા અને એકાંતમાં બહુ તફાવત છે. - ગુણવંતભાઈ શાહ
- કૃષ્ણનો રંગ ડાર્ક હતો એવું કોઈ એ કહ્યું, એમ ન કહેવાય કૃષ્ણએ તો અંધારું ઉલેચ્યું અને અજવાળું કર્યું. - કવિ શ્રી સુરેશ દલાલ
- યુવાનો ને ઊભા કરે એ વૃદ્ધત્વ.
- પીપળાનું વૃક્ષ એ સનાતન છે.
- વૃદ્ધ એટલે પાકેલા, વૃદ્ધિ પામેલા, પરિપકવ
- જટાયુ વૃદ્ધ હતા, પક્ષી હતા તો પણ તેમણે માતા સીતાને બચાવવા પોતાના પ્રાણ ત્યજી દીધા, અરણ્ય કાંડમાં આવા વૃદ્ધ જોવા મળે છે.
- વિધાતાએ સૌથી વયોવૃદ્ધ છે.
- સાધુ કોઈ દિવસ ઉગ્ર ના હોય, પણ સમાજની પીડા થી વ્યગ્ર હોઈ શકે.
- વૃક્ષોની છાયામાં ફળ, વિરામ અને શાંતિ મળે છે.
- વૃદ્ધ આપણને કોઈ ને કોઈ રીતે પ્રેરણા આપે છે.
- ચિત્રકુટમાં વાવેલ વડનું નામ માતાના નામ પરથી ‘સાવિત્રી વડ' રાખેલું છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
