તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 27th November 2024
ઇન્સ્ટાગ્રામ રીલ માટે એક યુવક બ્રા પહેરીને ડાન્સ કરી રહયો હતો... ગુસ્સે થયેલા લોકોએ તેને ધોઇ નાખ્યો
હરિયાણાના પાણીપતની ઘટના વાયરલ થઈ...શહેરના એક બજારમાં એક યુવક મહિલાઓના કપડા પહેરીને લાંબા સમય સુધી ડાન્સ કરી રહયો હતો

ચંદીગઢ/પાનીપત, તા.૨૭: પાનીપતના ઈન્સાર બજારમાં કેટલાક દુકાનદારોએ એક યુવકને મહિલાના કપડા પહેરીને અશ્લીલ ડાન્સ કરતા પકડી લીધો અને તેને ખૂબ માર માર્યો. યુવક મહિલાઓના કપડા પહેરીને બજારમાં રીલ બનાવતો હતો. તેનો પાર્ટનર વીડિયો શૂટ કરી રહ્યો હતો. યુવકને જોઈને બજારમાં આવતી મહિલાઓ અસહજ અનુભવી રહી હતી. દુકાનદારોએ યુવકને જોરથી થપ્પડ મારી હતી. રાહદારીઓએ યુવકને માર મારતો વીડિયો પણ બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
દુકાનદારોએ યુવકને ચેતવણી આપ્યા બાદ છોડી દીધો હતો. હજુ સુધી મામલો પોલીસ સુધી પહોંચ્યો નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, દુકાનદારોએ યુવકને પૂછયું કે તું આવું કેમ કરે છે. યુવકે જણાવ્યું કે તે ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ છે. તે માટે તે વીડિયો શૂટ કરે છે. બ્લોગ બનાવવાથી આવક થાય છે. તેના ફોલોઅર્સ આ પ્રકારના વીડિયોને પસંદ કરે છે. એટલા માટે તે આવા વીડિયો બનાવતો હતો. તે પહેલા પણ આવા વીડિયો શૂટ કરી ચૂકયો છે.
તેના આવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એટલા માટે તે આવા વીડિયો શૂટ કરે છે. યુવકે હાથ જોડીને દુકાનદારોની માફી માંગી. તેણે પોતાની ભૂલ સ્વીકારીને ભવિષ્યમાં આવું નહીં કરવાનું વચન પણ આપ્યું હતું. આ પછી દુકાનદારોએ યુવકોને બેસાડીને સમજાવ્યું કે આવા વીડિયોથી સમાજમાં ખોટો સંદેશ જાય છે. આપણી સંસ્કળતિને પણ અસર થાય છે. મહિલાઓ આવા વીડિયો જોઈને અસ્વસ્થતા અનુભવે છે. સમાજને સારો સંદેશ આપવો જોઈએ.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
