News of Wednesday, 27th November 2024
હવે અજમેર દરગાહ શરીફનો થશે સર્વે! કોર્ટે હિન્દુ પક્ષની અરજી સ્વીકારી
અજમેર શરીફ દરગાહ એક શિવ મંદિર છે: હિન્દુ સેનાએ કોર્ટમાં અરજી કરી :હવે દરગાહ સર્વેનો માર્ગ મોકળો :અરજીમાં એક પુસ્તક કોર્ટમાં રજૂ કરાયું જેમાં અજમેર શરીફ દરગાહની જગ્યાએ હિન્દુ મંદિર હોવાનો દાવો

યુપીના સંભલમાં સ્થિત જામા મસ્જિદ બાદ હવે રાજસ્થાનના અજમેરમાં દરગાહ શરીફમાં સર્વે માટે રસ્તો સાફ થઈ ગયો છે. નીચલી અદાલતે હિંદુ પક્ષની અરજી સ્વીકારી લીધી છે, જેમાં અજમેર શરીફ દરગાહને હિંદુ મંદિર ગણાવવામાં આવી છે. હિંદુ સેના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા વતી અરજી દાખલ કરવામાં આવી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે હિંદુ પક્ષે અરજીની સાથે પુરાવા પણ રજૂ કર્યા છે. અરજીમાં તે સ્થળે પૂજા કરવાની પરવાનગી માંગવામાં આવી છે. ઉપરાંત પુરાતત્વ વિભાગ દ્વારા સર્વે કરાવવાની પણ માંગ કરવામાં આવી છે
આ પહેલા આ કેસની સુનાવણી મંગળવારે પણ થઈ હતી. કોર્ટે 27 નવેમ્બરની તારીખ નક્કી કરી હતી. દરગાહને શિવ મંદિર હોવાનો દાવો કરવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે ગત સુનાવણી દરમિયાન પુરાવા તરીકે એક ખાસ પુસ્તક રજૂ કરવામાં આવ્યું હતું. પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો હતો કે ત્યાં એક હિંદુ મંદિર હતું.
(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
