તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Wednesday, 27th November 2024
મુંબઈના દાદર, પરેલ, પ્રભાદેવી સહિતના અમુક વિસ્તારમાં 22 કલાક સુધી પાણીપુરવઠો બંધ રહેશે.
લોઅર પરેલ પરિસરમાં ૧,૪૫૦ મિલીમીટર વ્યાસની તાનસા મેઈન પાઈપલાઈનની ગુરુવારે રાતના ૧૦ વાગ્યાથી શુક્રવારના રાતના આઠ વાગ્યા દરમિયાન કામગીરી થશે

ફોટો pani નોટિફિકેશન
મુંબઈ :લોઅર પરેલ પરિસરમાં ૧,૪૫૦ મિલીમીટર વ્યાસની તાનસા મેઈન પાઈપલાઈનનું કામ આવતી કાલે, ગુરુવારે રાતના ૧૦ વાગ્યાથી શુક્રવારના રાતના આઠ વાગ્યા દરમિયાન કરવામાં આવવાનું છે. તેથી 22 કલાક દરમિયાન દાદર, પરેલ, પ્રભાદેવી સહિતના અમુક વિસ્તારમાં સંપૂર્ણપણે પાણીપુરવઠો બંધ રહેશે. તો અમુક વિસ્તારમાં સમારકામની આંશિક અસર રહેશે.
લોઅર પરેલમાં સેનાપતિ બાપટ માર્ગ પર ગાવડે ચોકમાં રહેલી ૧,૪૫૦ મિલીમીટર વ્યાસની તાનસા મેઈન પાઈપલાઈનનું પાણીપુરવઠા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવવાનું છે, આ કામ રાતના ૧૦ વાગે આ કામ ચાલુ કરવામાં આવશે. શુક્રવારે રાતના આઠ વાગે કામ પૂરું થશે. સમારકામ દરમિયાન આખી પાઈપલાઈનનો પાણીપુરવઠો બંધ કરવો પડશે.
મુંબઈના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને કરી રોડ, સખારામ બાળા પવાર માર્ગ, મહાદેવ પાલવ માર્ગ, એન.એમ.જોશી માર્ગ, બીડીડી ચાલ, લોઅર પરેલ, પરિસરમાં વહેલી સવારના ૪.૩૦ વાગ્યાથી સવારના ૪.૪૫ વાગ્યા સુધી કરવામાં આવતો પાણીપુરવઠો બંધ રહેશે.
એન. એમ. જોશી માર્ગ-બીડીડી ચાલમાં બપોરના ૨.૩૦થી ૩.૩૦ વાગ્યા સુધી કરવામાં આવતો પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. પ્રભાદેવી પરિસર, પી.બાળુ માર્ગ, હાતિસકર માર્ગ, આદર્શનગર, જનતા કોલોની, અપ્પાસાહેબ મરાઠે માર્ગ, વીર સાવરકર માર્ગ, એન.એમ. જોશી માર્ગ, સેનાપતિ બાપટ માર્ગ, પાંડુરંગ બુધકર માર્ગ, ગણપતરાવ કદમ માર્ગ, પ્રભાદેવી અને સમગ્ર લોઅર પરેલ સ્ટેશન પરિસરમાં નિયમિત રીતે બપોરના 3.30 વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી કરવામાં આવતો પાણી પુરવઠો સંપૂર્ણ રીતે બંધ રહેશે.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
