News of Thursday, 28th November 2024
મહારાષ્ટમાં મહાયુતીના પ્રચંડ વિજયના સારથી અને આરએસએસના વ્યૂહબાજ અતુલ લિમયે
સંઘના જોઈન્ટ મહાસચિવ અતુલ લીમયે મહાસફળતા પાછળના સાચા નિર્માતા:તેઓ આરએસએસના સફળ અને ચાણક્ય વ્યુહબાજ ગણાય છે

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત મહાયુતી જોડાણની પ્રચંડ ચૂંટણી સફળતાનું રહસ્ય શું છે, એ તમે જાણો છો.?
મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વવાળા જોડાણને ભાજપ એકલાને-૧૩૨, શિવસેના એકનાથને-૫૭ અને અજીત પવારની એનસીપીને-૪૧ બેઠકો અપાવી વિધાનસભામાં જંગી બહુમતી અપાવનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જોઈન્ટ મહાસચિવ અતુલ લીમયે (૫૪ વર્ષ) મહાસફળતા પાછળના સાચા નિર્માતા છે. તેઓ આરએસએસના સફળ અને ચાણક્ય વ્યુહબાજ ગણાય છે. એનડીએ ને
શાસન વિરોધી મોજું નડે નહીં એ માટે કહેવાય છે કે, સંઘના આ વિચારકે ખૂબ જ વ્યૂહાત્મક આયોજન કર્યું હતું. તેમની ટીમે અસંતોષ જેમને હતો એવા તમામ સામાજિક જૂથોના નેતાઓ સાથે તેમણે સતત સંપર્ક કરીને સખત સંવાદ ચાલુ રાખ્યો હતો. જેના પરિણામે મહાયુતીને તડાકો પડ્યો છે. તેઓએ પ્રારંભમા પશ્ચિમ મહારાષ્ટ્રમાં અને તેમાંય ખાસ કરીને રાયગઢ અને કોંકણ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરીને કામ શરૂ કરેલું. એ પછી એમને સહપ્રાંત પ્રચારક બનાવીને દેવગીરી પ્રાંત સોપવામાં આવ્યો હતો. જેમાં મરાઠાવાડ અને ઉત્તર મહારાષ્ટ્રના વિસ્તારો સામેલ છે. તેમણે પશ્ચિમ મહારાષ્ટ્ર ઉપરાંત ૨૦૧૪ માં ગુજરાતમાં ભાજપનો સિતારો ચમચી ઉઠ્યો ત્યારે ગુજરાત અને ગોવા પણ કામ કર્યું હતું.
(1:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
