<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

આતંકીઓ થઇ જાઓ સાવધાન ...જમ્‍મુમાં બનશે nsg કમાન્‍ડરોનું કાયમી બેઝ

કોઈ પણ ઈમરજન્‍સીનો સામનો કરવા માટે તરત જ ફોર્સ મોકલી શકાશે

નવી દિલ્‍હી, તા.૨૮: છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્‍મુ માં આતંકવાદી ગતિવિધિઓમાં વધારો થયો છે. કાશ્‍મીર ખીણમાં સુરક્ષા દળોની કાર્યવાહીથી આતંકવાદને રોકવામાં મોટી સફળતા મળી છે. આ જ કારણ છે કે, પાકિસ્‍તાન તરફી આતંકવાદીઓએ જમ્‍મુ ને નિશાન બનાવ્‍યું છે. કેન્‍દ્ર સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને હવે જમ્‍મુ માં નેશનલ સિકયુરિટી ગાર્ડ (NSG)નું એક યુનિટ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. NSG ના વિશેષ કમાન્‍ડોના જમ્‍મુમાં કાયમી બેઝ હશે. જમ્‍મુ શહેરમાં નેશનલ સિકયુરિટી ગાર્ડ (NSG)ને તૈનાત કરવામાં આવી રહી છે જેથી કોઈ પણ ઈમરજન્‍સીનો સામનો કરવા માટે તરત જ ફોર્સ મોકલી શકાય.

જમ્‍મુ પ્રદેશમાં જમ્‍મુ, ડોડા, કઠુઆ, રામબન, રિયાસી, કિશ્‍તવાડ, પૂંછ, રાજૌરી, ઉધમપુર અને સાંબા જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ વિસ્‍તારોમાં આ વર્ષે આતંકવાદી હુમલામાં વધારો જોવા મળ્‍યો છે. ખાસ કરીને ડોડા, પૂંછ અને કઠુઆમાં આતંકવાદીઓ નવેસરથી પોતાની હાજરી વધારી રહ્યા છે. આ વર્ષે અત્‍યાર સુધીમાં જમ્‍મુ (Jammu) ક્ષેત્રમાં આતંકવાદી હુમલામાં ૪૪ લોકોએ જીવ ગુમાવ્‍યા છે. જેમાં ૧૮ સુરક્ષા જવાનો, ૧૪ નાગરિકો અને ૧૩ આતંકવાદીઓ સામેલ છે.

રાજૌરી-પૂંછ વિસ્‍તારમાં એક દાયકાથી આતંકવાદી કેસોમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ, છેલ્લા એક વર્ષથી આ વિસ્‍તાર ફરી આતંકી હુમલાનું કેન્‍દ્ર બની ગયો છે. વર્ષ ૨૦૨૧ થી આતંકીઓ આ વિસ્‍તારમાં સેનાના વાહનોને નિશાન બનાવી રહ્યા છે. ઑક્‍ટોબર ૨૦૨૧ થી, આ ક્ષેત્રમાં સેનાના વાહનોને નિશાન બનાવીને અનેક ઘાતક હુમલા કરવામાં આવ્‍યા છે. આ હુમલાઓમાં ૪૭ સુરક્ષાકર્મીઓ, ૪૮ આતંકવાદીઓ અને સાત નાગરિકો સહિત ૧૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્‍યા છે.

આતંકવાદને નાબૂદ કરવામાં આવશે...

વધતા આતંકવાદી ખતરાનો સામનો કરવા માટે સેના, પોલીસ અને સેન્‍ટ્રલ આર્મ્‍ડ પોલીસ ફોર્સ આ વિસ્‍તારમાં પહેલેથી જ હાજરી ધરાવે છે. હવે નેશનલ સિકયોરિટી ગાર્ડ (NSG)નો કાયમી આધાર બન્‍યા બાદ આતંકવાદ પર વધુ આકરો હુમલો કરવામાં આવશે. NSG ની તૈનાતી સાથે, ગળહ મંત્રાલય જમ્‍મુ (Jammu) શહેર અને તેની બહારના વિસ્‍તારોમાં બહુમાળી ઇમારતો, સુરક્ષા સંસ્‍થાઓ અને સંવેદનશીલ જાહેર સ્‍થળોની સુરક્ષા સુનિ?તિ કરવા માટે એક યોજના પણ તૈયાર કરી રહ્યું છે.

(4:11 PM IST)