News of Thursday, 28th November 2024
અદાણી ગ્રૂપના શેરમાં ફરી મોટો ઉછાળો : અદાણી ટોટલ ગેસ અને અદાણી એનર્જી ૧૦%ની અપર સર્કિટ
અદાણી એનર્જી સોલ્યુશન્સ અને અદાણી ટોટલ ગેસના શેરમાં ગુરુવારે શરૂઆતના ટ્રેડિંગમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો : તે જ સમયે, બિઝનેસની શરૂઆત દરમિયાન, અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં રૂ. ૪૨,૫૦૦ કરોડથી વધુનો વધારો થયો હતો

નવી દિલ્હી, તા.૨૮: આજે પણ અદાણી ગ્રુપના શેરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં બમ્પર ઉછાળા પછી, આજે ફરીથી અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ અને અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અદાણી ગ્રૂપે ગઈ કાલે લાંચના આરોપોને નકારી કાઢયા પછી રેલી ચાલુ છે. જેમાં એવું કહેવાય છે કે ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સહિતના જૂથના અધિકારીઓ પર અમેરિકી સત્તાવાળાઓ દ્વારા લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો નથી.
અદાણી એનર્જી સોલ્યુશન્સ અને અદાણી ટોટલ ગેસના શેરમાં ગુરુવારે શરૂઆતના ટ્રેડિંગમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. આ સાથે આ બંને શેરમાં ૧૦%ની ઉપલી સર્કિટ હતી.
સવારે ૧૦ વાગ્યાની આસપાસ, અદાણી ટોટલ ગેસ ૧૦.૧૯% ના વધારા સાથે રૂ. ૭૬૪.૮૦ પર હતો, અદાણી એનર્જી સોલ્યુશન્સ ૧૦.૦૦% ના વધારા સાથે રૂ. ૭૨૬.૮૫ પર હતો.
અદાણી પાવર ૮.૦૨% વધીને Rs ૫૬૫.૦૦ પર ટ્રેડ કરી રહ્યો છે, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન ૧.૩૪% વધીને Rs ૧,૨૧૬.૦૦ પર ટ્રેડ થઈ રહ્યો છે, અદાણી એન્ટરપ્રાઈઝ ૪.૧૮% વધીને Rs ૨,૪૯૮.૦૦ પર ટ્રેડ કરી રહ્યો છે.સવારે ૯:૧૭ વાગ્યે, અદાણી ટોટલ ગેસ ૮.૨૨% વધીને રૂ. ૭૫૧.૧૦ પર, અદાણી એનર્જી સોલ્યુશન્સ ૭.૬૦% વધીને રૂ. ૫૪૮.૪૫ પર અને અદાણી એન્ટરપ્રાઇઝ ૧.૩૬% વધીને રૂ ૨,૪૩૦.૩૦ પર ટ્રેડ કરી રહ્યો હતો.
અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી પોર્ટ્સ નિફ્ટી પર ટોચના ગેનર્સમાં છે
આ ઉછાળાને કારણે અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી પોર્ટ્સ નિફ્ટીમાં ટોપ ગેઇનર્સમાં સામેલ થયા હતા. તે જ સમયે, બિઝનેસની શરૂઆત દરમિયાન, અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં રૂ. ૪૨,૫૦૦ કરોડથી વધુનો વધારો થયો હતો.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
