News of Thursday, 28th November 2024
પ્રિયંકા ગાંધીના ભાઈ રાહુલની શૈલીમાં સાંસદ તરીકે શપથ:વિપક્ષના હોબાળા બાદ બંને ગૃહો સ્થગિત.
શિયાળુ સત્રની શરૂઆત ખૂબ જ તોફાની રહી :બે દિવસથી અદાણી અને મણિપુર મુદ્દે વિપક્ષે હોબાળો મચાવ્યો :કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ સંસદ સભ્ય તરીકે શપથ લીધા:વાયનાડથી ચૂંટણી જીતનાર પ્રિયંકાએ હાથમાં બંધારણની પુસ્તક સાથે શપથ લીધા

આજે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. સત્રની શરૂઆત ખૂબ જ તોફાની રહી હતી. છેલ્લા બે દિવસથી અદાણી અને મણિપુર મુદ્દે વિપક્ષે હોબાળો મચાવ્યો છે. દરમિયાન આજે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ લોકસભામાં સંસદ સભ્ય તરીકે શપથ લીધા હતા.
વાયનાડથી ચૂંટણી જીતનાર પ્રિયંકા ગાંધીએ હાથમાં બંધારણની પુસ્તક સાથે શપથ લીધા હતા. પ્રિયંકાએ શપથ લીધા પહેલા કોંગ્રેસના સાંસદોએ બેઠક યોજી હતી.
થોડા મહિના પહેલા જ રાહુલ ગાંધીએ પણ હાથમાં બંધારણની બુક લઈને શપથ લીધા હતા. આજે જ્યારે પ્રિયંકા ગાંધી શપથ લેવા માટે સંસદ પહોંચ્યા ત્યારે રાહુલ ગાંધી પણ તેમની સાથે જોવા મળ્યા અને બંને ખૂબ જ ખુશ હતા. આ દરમિયાન રાહુલે પ્રિયંકાના ફોટા પણ લીધા હતા.
દરમિયાન વિપક્ષના હોબાળાને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
