News of Thursday, 28th November 2024
ચક્રવાતી તોફાન ફેંગલ મચાવશે તબાહી ! :ભારે વરસાદની આગાહી: શાળા -કોલેજોમાં રજા જાહેર
ચક્રવાતી તોફાન ફેંગલના ખતરા અને ભારે વરસાદને કારણે પુડુચેરી અને કરાઈકલમાં તમામ સરકારી અને પ્રાઈવેટ શાળાઓ, કોલેજોમાં રજાની જાહેરાત

નવી દિલ્હી :દક્ષિણ ભારતમાં આવેલ ચક્રવાતી તોફાન ફેંગલની અસર અનેક રાજ્યોમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી ઉપર બનેલ દબાણ છેલ્લા 6 કલાક દરમિયાન 3 કિમી પ્રતિ કલાકની ગતિએ ધીમે-ધીમે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.
ચક્રવાતી તોફાન ફેંગલના ખતરા અને ભારે વરસાદને કારણે પુડુચેરી અને કરાઈકલમાં તમામ સરકારી અને પ્રાઈવેટ શાળાઓ, કોલેજોમાં આજે રજાની જાહેરાત કરવામાં આવી છે. ચેન્નાઈના મરીના બીચ પર ભારે પવન ફુંકાઈ રહ્યો છે. માછીમારો અને દરિયા કિનારે રહેતા લોકોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. લોકોને દરિયા કિનારે ન જવાનો આદેશ આપવામાં આવ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 28 નવેમ્બરના રોજ તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તટીય આંધ્રપ્રદેશ અને યમનમાં 28 નવેમ્બરના રોજ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે રાયલસીમામાં ભારે વરસાદની સંભાવના છે.
29 નવેમ્બરના રોજ તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તટીય આંધ્રપ્રદેશ અને યમનમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે રાયલસીમામાં ભારે વરસાદની સંભાવના છે. 30 નવેમ્બરના રોજ તમિલનાડુ, પુડુચેરી , કરાઈકલ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યમનમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. કેરળ, માહે, રાયલસીમા અને આંદામાન નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ થઈ શકે છે.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
