News of Thursday, 28th November 2024
રાજસ્થાનમાં ઠંડી વધી : અજમેર - બાડમેર ઠુઠવાયા

નવી દિલ્હી તા. ૨૮ : ઉત્તર ભારતમાં ઠંડી વધી રહી છે. રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં પારો સતત નીચે જઇ રહ્યો છે. રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં તાપમાન ૧૦ ડીગ્રી નીચે પહોંચી ગયું છે. હવામાન ખાતાએ રાજસ્થાનમાં ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે. અજમેરમાં ૩.૧ અને બાડમેરમાં ૩.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
જ્યારે દક્ષીણ ભારતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષીણ - પヘમિ બંગાળની ખાડીમાં સર્જાયેલ એર સરકયુલેશન ફેંગલ વાવાઝોડામાં રૂપાંતરીત થશે. જે તામિલનાડુના તટ ઉપર ૩૦મી સુધીમાં પહોંચી શકે છે. તામિલનાડુમાં જોરદાર પવન અને ભારે વરસાદના એલર્ટના કારણે આજે કેટલાક જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવા આદેશ કરાયો હતો.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
