News of Thursday, 28th November 2024
એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં સહમતિથી સેક્સ એ બળાત્કાર છે કે નહીં ?
સુપ્રિમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો

નવી દિલ્હી, તા.૨૮: સુપ્રીમ કોર્ટે એક મહત્વના નિર્ણયમાં કહયું છે કે જો કોઈ મહિલા વર્ષો સુધી કોઈ પુરુષ સાથે સહમતિથી સંબંધ ધરાવે છે તો પછી તે તેના પર બળાત્કારનો આરોપ લગાવી શકે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બળાત્કારનો મામલો માત્ર એટલા માટે ન બનાવી શકાય કે પુરુષે લગ્નનું ખોટું વચન આપ્યું હતું. સંબંધો બગડે ત્યારે ફોજદારી કેસ દાખલ કરવામાં આવતા આવા કેસ અંગે કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે.
સુપ્રીમ કોર્ટમાં, જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ એન કોટેશ્વર સિંહની બેંચે મુંબઈના ખારઘર પોલીસ સ્ટેશનમાં મહેશ દામુ ખરે વિરુદ્ધ વનિતા એસ જાધવ દ્વારા દાખલ કરવામાં આવેલી સાત વર્ષ જૂની એફઆઈઆર રદ કરી હતી. આ દરમિયાન ખંડપીઠે કહયું કે તે ચિંતાજનક વલણ છે કે જ્યારે લાંબા સમયથી ચાલતા સહમતિ સંબંધી સંબંધોમાં ખટાશ આવી જાય છે ત્યારે તેને ગુનાહિત બનાવવાના પ્રયાસો કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે કહયું કે લગ્નના ખોટા વાયદાના આધારે નોંધાયેલી ફરિયાદ તુરંત થવી જોઈએ અને વર્ષોના શારીરિક સંબંધો પછી નહીં.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ મહેશ દામુ ખરે પરિણીત છે અને વનિતા એસ જાધવ વિધવા છે. બંને વચ્ચે ૨૦૦૮માં અફેર શરૂ થયું હતું. મહિલા જાધવે જણાવ્યું કે મહેશ દામુ ખરે લગ્નનું વચન આપ્યું હતું, ત્યારબાદ બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા. મહેશ દામુ ખરેની પત્નીએ વનિતા એસ જાધવ સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. માર્ચ ૨૦૧૭માં જાધવે ખરે વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો.
જ્યારે આ કાકા સુપ્રીમ કોર્ટમાં ગયા તો સુપ્રીમ કોર્ટ પણ આખી વાત જાણીને આશ્ચર્યચકિત થઈ ગઈ. સુપ્રીમ કોર્ટે બળાત્કારની FIR રદ કરી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે એવી પરિસ્થિતિમાં જ્યાં એક મહિલા જાણીજોઈને લાંબા સમય સુધી શારીરિક સંબંધ જાળવી રાખે છે, તે નિશ્ચિતપણે કહી શકાય નહીં કે આ સંબંધ માત્ર ખરેના લગ્નના વચનને કારણે
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
