<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

સંભલ હિંસા કેસ: મસ્જિદ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો: સર્વેના આદેશ સામે અરજી દાખલ:કાલે થશે સુનાવણી

મસ્જિદ પક્ષ વતી જામા મસ્જિદ સંભલ મેનેજમેન્ટ કમિટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી :, મસ્જિદ પક્ષે 19 નવેમ્બરે સ્થાનિક કોર્ટ દ્વારા અપાયેલ સર્વેના આદેશને પડકાર્યો

સંભલ જિલ્લામાં સ્થિત જામા મસ્જિદ વિ હરિહર મંદિર વિવાદ કેસમાં મસ્જિદ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. મસ્જિદ પક્ષ વતી જામા મસ્જિદ સંભલ મેનેજમેન્ટ કમિટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં, મસ્જિદ પક્ષે 19 નવેમ્બરે સ્થાનિક કોર્ટ દ્વારા આપવામાં આવેલા સર્વેના આદેશને પડકાર્યો છે. મળતી માહિતી મુજબ CJI જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચ શુક્રવારે આ અરજી પર સુનાવણી કરશે.

    1 9 નવેમ્બરે સ્થાનિક કોર્ટે સંભલ જિલ્લાની જામા મસ્જિદમાં હરિહર મંદિર હોવાના દાવા પર સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. પ્રથમ દિવસે સર્વેની કામગીરી કરવા પહોંચેલી ટીમે વિરોધને પગલે સર્વેની કામગીરી મોકૂફ રાખી હતી.

    19 નવેમ્બરના રોજ એડવોકેટ કમિશનર રમેશ સિંહ રાઘવ તેમની ટીમ સાથે મસ્જિદની વ્યવસ્થા સમિતિના નેતા ઝફર અલી અને વાદી અને પ્રતિવાદી પક્ષોના લોકોની હાજરીમાં સર્વે કરવાના હતા.

     જિલ્લા પ્રશાસને બંને પક્ષો સાથે વાત કર્યા બાદ ચોક્કસ સંખ્યામાં લોકોને મસ્જિદમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. આ દરમિયાન ડીએમ અને એસપી સિવાય તમામ વહીવટી લોકોને બહાર રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન કેટલાક જનપ્રતિનિધિઓ અને તેમના સમર્થકો આવ્યા અને મસ્જિદનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યા. લોકોએ પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કર્યું અને સર્વે સામે વાંધો ઉઠાવ્યો. રાત્રિનો સમય અને વધતી જતી ભીડને જોતા એડવોકેટ કમિશનર અને જિલ્લા વહીવટીતંત્રે કામગીરી મોકૂફ રાખી હતી

   સંભલની જામા મસ્જિદમાં સર્વે દરમિયાન 24 નવેમ્બરે થયેલી હિંસાની સીબીઆઈ તપાસ માટે અલ્હાબાદ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. અરજીમાં આ ઘટનાને કાવતરું ગણાવીને ગોળીબાર કરનારા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે

(9:45 PM IST)