News of Friday, 29th November 2024
૪૨નો વરરાજો, ૧૯ વર્ષની દુલ્હનઃ લવ મેરેજ કર્યા તો પરિવારનો પિત્તો ગયો, મનાવીને ગામડે બોલાવ્યા, યુવક પર પથ્થર, ધોકા અને લોખંડના પાઈપનો હુમલો કરીને મારી નાખ્યો
કર્ણાટકના ચિત્રદુર્ગના કોનાનૂર ગામમાં એક ઘટના ઘટી

ચિત્રદુર્ગઃ કર્ણાટકના ચિત્રદુર્ગના કોનાનૂર ગામમાં એક ઘટના ઘટી, જ્યાં એક યુવતીના પરિવારવાળાઓએ લવ મેરેજના કારણે એક યુવક પર પથ્થર, ધોકા અને લોખંડના પાઈપનો હુમલો કરીને તેને મારી નાખ્યો. હવે આ લવ સ્ટોરી અને મર્ડરમાં ટ્વિસ્ટ પર ટ્વિસ્ટ આવતા જાય છે. માનવામા આવે છે કે, ૪૨ વર્ષના મંઝનાથ અને ૧૯ વર્ષની રક્ષિતા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા અને તેનું મોત થઈ ગયું હતું. મંઝનાથ અને રક્ષિતા પરણેલા હતા. આ બંનેએ ત્રણ મહિના પહેલા મંદિરમાં લગ્ન કર્યા હતા. આપને જણાવી દઈએ કે, યુવતીના માતા-પિતાએ મંઝનાથ અને રક્ષિતાના લગ્નનો વિરોધ કર્યો હતો.
આ મામલાને લઈને કહેવાય છે કે, યુવતીના માતા-પિતા અને સંબંધીઓ સહિત ૨૦થી વધારે લોકોએ મંઝનાથ પર હુમલો કર્યો હતો. મંઝનાથ કાલે બપોરે ગામડેથી આવ્યો હતો અને તેને એક મોટા પથ્થર, લાકડા અને તાંબાના રોડથી મારી નાખવામાં આવ્યો. હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો. આરોપ છે કે, રક્ષિતાના પિતા જગદીશ, સંબંધી કલેશ, ઈશ્વરપ્પા, નિંગપ્પા, વિશ્વનાથ અને હરિશે મળીને મંઝનાથને મારી નાખ્યો.
આ ઘટનામાં મંઝનાથના પિતા ચંદ્રપ્પા અને મા અનુસુયમ્મા ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. જેમને ચિત્રદુર્ગ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. ચિત્રદુર્ગના એસપી રંજીત કુમાર બંડારુ હોસ્પિટલમાં પહોંચ્યા અને નિરીક્ષણ કર્યું.આ મામલામાં ભરમસાગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.
આપને જણાવી દઈએ કે, આ ઘટના પહેલા રક્ષિતાના માતા-પિતાએ તેમને એક લગ્ન માટે પોતાના સાથે લઈ ગયા હતા. પોલીસની હાજરીમાં સમાધાન થયું. મંઝનાથ પોતાના લગ્ન બાદ પહેલી વાર ગામડે આવ્યો હતો. જેવો મંઝનાથ ગામડે પહોંચ્યો કે, રક્ષિતાના પરિવારે તેના પર હુમલો કરી લીધો. મંઝનાથ આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થઈ ગયો અને તેનું મોત થઈ ગયું.
હવે એ સામે આવ્યું છે કે, મંઝનાથે પહેલા એક છોકરી શીલાને પ્રેમ કર્યો હતો અને તેની સાથે લગ્ન કર્યા હતા. ૨૦૧૯માં મંઝનાથે શીલા સાથે લગ્ન કર્યા હતા અને તેને દાવણગેરે લઈ ગયો હતો. ત્યાર બાદ મંઝનાથ ગાયબ થઈ ગયો અને શીલાને છોડી દીધી. મંઝનાથના વ્યવહારથી કંટાળીને શીલાએ આત્મહત્યા કરી લીધી હતી.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
