<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

અમને કોંગ્રેસે જ નુકસાન પહોંચાડ્‍યું...

મહાવિકાસ અઘાડીમાં વિરોધના સૂરઃ ઉદ્ધવ જૂથના નેતાનો વસવસો

મહારાષ્‍ટ્રની ચૂંટણીમાં કારમી હાર બાદ મહા વિકાસ અઘાડીના ગઠબંધનમાં તિરાડો વધી રહી છે. અગાઉ મહારાષ્‍ટ્ર ચૂંટણીમાં કોંગ્રેસના પ્રભારી બનેલા જી.પરમેશ્વરે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની પાર્ટીના સહકારના અભાવે મહારાષ્‍ટ્રમાં હાર થઈ હોવાનું કારણ આપ્‍યું હતું. હવે શિવસેના (યુબીટી)એ આક્ષેપો કરતાં કોંગ્રેસ પર હારનું ઠીકરૂં ફોડ્‍યું છે. યુબીટી નેતા અંબાદાસ દાનવેએ કોંગ્રેસની ટીકા કરતાં કહ્યું કે, કોંગ્રેસના વધુ પડતાં આત્‍મવિશ્વાસે મહારાષ્‍ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહા વિકાસ અઘાડીને નુકસાન પહોંચાડ્‍યું છે. અમારી હાર માટે કોંગ્રેસ જ જવાબદાર છે.

(4:15 PM IST)