News of Friday, 29th November 2024
ટીમ ઇન્ડિયાને પાક.મોકલવામાં શું વાંધો છે, રાજકારણને રમત સાથે જોડવી ન જોઇએ
તેજસ્વી યાદવનું વિવાદાસ્પદ નિવેદન

નવી દિલ્હીઃ ભારત સરકારનું સ્ટેન્ડ સ્પષ્ટ છે કે તે તેની ક્રિકેટ ટીમને પાકિસ્તાન નહીં મોકલે. ચેમ્પીયન્સ ટ્રોફીમાં બીસીસીઆઇ અને પીસીબી સામસામે આવી જતાં વાતાવારણ ગરમાયું છે. આ જ કારણ છે કે અત્યાર સુધી ચેમ્પીયન્સ ટ્રોફીનું શેડયુલ જાહેર કરવામાં આવ્યું નથી. આ દરમિયાન આરજેડી નેતા તેજસ્વી યાદવે ભારત સરકાર પર નિશાન સાધતા કહયું છે કે ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન મોકલવામાં શું વાંધો છે. તેમનું કહેવું છે કે રાજકારણને રમતગમતથી દુર રાખવું જોઇએ.
તેજસ્વી યાદવે કહયું ‘‘રાજનીતીને રમત સાથે જોડવી એ સારી વાત નથી. શું દરેક વ્યકિત ઓલીમ્પીકમાં ભાગ નથી લેતા? તો પછી ભારતીય ટીમે પાકિસ્તાન કેમ ન જવું જોઇએ? જો વડાપ્રધાન મોદી ત્યાં બિરયાની ખાવા જાય તો તે સારૂ છે પણ ભારતીય ક્રિકેટ ટીમ માટે ત્યાં જવું શા માટે સારૂ નથી?'' તેજસ્વી યાદવ જે બિરયાનીની ઘટનાનો ઉલ્લેખ કરી રહયાં છે તે વર્ષ ર૦૧પની છે જયારે પીએમ મોદી પાકિસ્તાનના પ્રવાસે ગયા હતાં.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
