News of Saturday, 30th November 2024
રાષ્ટ્રીય દરજ્જો મેળવવાને માટે અજીત પવારની એનસીપી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઉતરશે
નાગાલેન્ડમાં ૭ બેઠકો, અરુણાચલ પ્રદેશમાં ૩ બેઠકો જીતી હવે દિલ્હીની ચૂંટણીમાં ઝંપલાવશે

નવીદિલ્હી: ફરી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવવાને માટે એનસીપી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર ઉતરશે. એનસીપી ચીફ તથા મહારાષ્ટ્રના પૂર્વ ડેપ્યુટી સીએમ અજીત પવારે મીડિયાને આ સંકેત આપ્યો. તેઓએ કહ્યું અમારી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી હતી. એ દરજ્જો ફરી મેળવવા માટે હવે વધુ મહેનતની જરૂરત છે.
તેમની વાતને આગળ વધારતા એનસીપી સાંસદ પ્રફુલ્લ પટેલે કહ્યું કે, અમારી પાર્ટીને ત્રણ રાજ્યોમાં માન્યતા મળી ગઈ છે. નાગાલેન્ડમાં ૭ બેઠકો, અરુણાચલ પ્રદેશમાં ૩ બેઠકો જીતી, ત્યાં અમને ૧૦.૦૬ ટકા વોટ મળયા. હવે અમે અટકવાના નથી.અમે દિલ્હી વિધાનસભાની ચુંટણી લડીશું, અને અમને વિશ્વાસ છે કે, અમે સફળતા રહીશું.
પવારે વધુમાં જણાવ્યું હતું કે, ડિસેમ્બર પછી પાર્ટીનું રાષ્ટ્રીય સમ્મેલન મળશે. જેમાં પાર્ટીના લોકોને ખાસકરીને યુવાઓને અને મહિલાઓને સંગઠનની વિશેષ જવાબદારી સોંપવામાં આવશે
(12:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
