તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
પ્રેમ દિવાની : ૨ બાળકોની મા પરણેલા પુરુષ પર ફીદા થઈ, ઘરેથી ભાગી પ્રેમી સાથે રહેવા લાગી, ફસાયા તો પોલીસ પાસે પહોંચ્યા
કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, જે ન ઉંમર જુએ છે ન અડચણો : એમ તો બસ થઈ જાય છે

ચૂરુ, તા.૩૦: કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, જે ન ઉંમર જુએ છે ન અડચણો. એમ તો બસ થઈ જાય છે. રાજસ્થાનના ચૂરુમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બે વર્ષ પહેલા થયેલી એક મુલાકાત બાદ બે બાળકોની માને પરણેલા પુરુષ સાથે પ્રેમ થઈ ગયો. આ પ્રેમ એટલો આગળ વધી ગયો કે, એકબીજા સાથે રહેવા માગતા હતા. રાજલદેસરના રહેવાસી યુવક અને સરદારશહેર નિવાસી વિવાહિતા બંને એસપી ઓફિસે પહોંચ્યા અને એસપીને સુરક્ષા આપવા માટે માગ કરી હતી.
રાજલદેસરના રહેવાસી ભાલારામે જણાવ્યું કે, તેને અને સરદારશહેર રહેવાસી સુનીતાનું મામાનું ઘર બરડાસરમાં છે. જ્યાં બંનેની મુલાકાત બે વર્ષ પહેલા થઈ હતી અને બંને એકબીજા સાથે વાત કરવા લાગ્યા અને પસંદ કરવા લાગ્યા. હવે બંને લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માગે છે.
સુનીતાએ જણાવ્યું કે, તેનું સાસરિયું ડુંગરગઢ છે અને તેનો પરિવાર તેની વિરુદ્ધમાં છે. સાથે જ બંનેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી રહી છે. જેના પર બંનેએ ઘરેથી ભાગીને હવે એસપી ઓફિસે પહોંચ્યા અને સુરક્ષા માટે અરજી આપી છે.
સુનીતાએ જણાવ્યું કે, તેના લગ્ન ૨૦૧૫માં ડુંગરગઢના રહેવાસી યુવક સાથે થયા અને તેમને બે બાળકો પણ છે. તો વળી ૨૪ વર્ષીય બીએ પાસ ભાલારામના લગભગ ૧૮ મહિના પહેલા જ લગ્ન થયા હતા.
ભાલારામે જણાવ્યું કે, તેના અને સુનીતાના સંબંધની જાણ પત્નીને થઈ ગઈ અને તે નારાજ થઈને પિયર જતી રહી. ભાલારામે જણાવ્યું કે, તેણે હરિયાણાના હાંસીમાં લિવ ઇનના કાગળ તૈયાર કરાવ્યા અને બંને એકબીજા સાથે રહેવા માગે છે.
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
