તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
ભેંસનો એક પોદળો માલિકને ૯૦૦૦માં પડયો : દંડ પણ થયો અને ભેંસ પણ ગઈ

ગ્વાલિયર, તા.૩૦: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ભેંસના ગોબરને કારણે તેના માલિક પર ૯૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ ભેંસ પણ જપ્ત કરી હતી.
ગ્વાલિયર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ભેંસ પર દંડ ફટકારવામાં આવ્યો છે અને ભેંસ પણ જપ્ત કરી છે. હકીકતમાં મહાનગરપાલિકાની ટીમ સફાઈ અભિયાન ચલાવી રહી હતી. આ દરમિયાન ટીમે જાહેર સ્થળે બાંધેલી એક ભેંસ જોઈ અને તેની આસપાસ છાણ અને ગંદકી પણ પડી હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ ભેંસના માલિકને ફોન કરીને બોલાવ્યો હતો, પરંતુ તે આવ્યો નહીં. એ પછી મહાનગરપાલિકાના અધિકારીઓએ ભેંસના માલિકને રૂ.૯૦૦૦નો દંડ ફટકાર્યો હતો અને પંચનામા ભર્યા બાદ ખીંટી સાથે બાંધેલી ભેંસને જપ્ત કરી હતી. એ પછી ભેંસનો માલિકે ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પોતાની ભૂલ સ્વીકારી હતી, પરંતુ મહાનગરપાલિકાએ તેની માફી સ્વીકારી નહીં, અને ભેંસને જપ્ત કરીને કોર્પોરેશનના ઘેરામાં મોકલી દીધી હતી.
હકીકતમાં ગ્વાલિયર શહેરના પોશ વિસ્તાર તાનસેન નગર વિસ્તારના ન્યૂ સાકેત નગરમાં મહાનગરપાલિકાનું સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. ત્યાં નંદકિશોર નામના વ્યક્તિની એક ભેંસ જાહેર સ્થળે બાંધેલી હતી અને આજુબાજુ છાણની ગંદકીનો ઢગલો પડયો હતો, ત્યારે સ્થળ પર હાજર કોર્પોરેશનના અધિકારીઓએ કોર્પોરેશનના કર્મચારીઓ પાસેથી પંચનામું કરીને રૂ. ૯૦૦૦નો દંડ ફટકાર્યો હતો. આ સાથે સાથે ખીંટી સાથે બાંધેલી ભેંસ જપ્ત કરી કાર્યવાહી કરી.
ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર દેશમાં સ્વચ્છતા અભિયાનને લઈને ખૂબ જ ગંભીર છે. પીએમ મોદી પોતે પણ ઘણી વખત સફાઈ કરતા જોવા મળ્યા છે, જેથી લોકો સુધી સંદેશ પહોંચે કે સ્વચ્છતા કેટલી મહત્વપૂર્ણ છે. તેમ છતાં પણ લોકો તેમના હરકતોથી પર નથી આવતાં.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
