તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Saturday, 30th November 2024
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો અચાનક અમેરિકા પહોંચ્યા :ટ્રમ્પ સાથે ડિનર કરશે: બંને નેતાઓ વચ્ચે થશે ગુપ્ત બેઠક
થોડા દિવસો પહેલા ટ્રમ્પે સરહદની ચિંતાઓને કારણે કેનેડાથી આયાત થતા સામાન પર ટેરિફ લગાવવાની ધમકી આપી હતી

નવી દિલ્હી :ભારત સાથેના સંબંધો બગડ્યા બાદ હવે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને અમેરિકા સાથે પણ સંબંધો બગડવાનો ડર સતાવી રહ્યો છે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કેનેડાની સરકારને ધમકી આપી હતી. ત્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અચાનક ફ્લોરિડા પહોંચ્યા હતા.
જસ્ટિન ટ્રુડોના કાર્યાલયના જણાવ્યા અનુસાર કેનેડિયન પીએમ પાસે યુએસ જવાનો કોઈ કાર્યક્રમ ન હતો અને તેઓ અચાનક ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડા રિસોર્ટ પહોંચ્યા. ન્યૂઝ એજન્સી રાઇટર્સ અનુસાર જસ્ટિન ટ્રુ઼ડો ફ્લોરિડામાં માર-એ-લાગો વેસ્ટ પામ બીચ પાસે રિસોર્ટમાં જતા જોવામાં આવ્યા હતાં.
રાયટર્સ અનુસાર જસ્ટિન ટ્રુડો અને ડોનાલ્ડ ટ્રમ્પ આજે સાથે ડિનર કરશે અને ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરશે. બંને વચ્ચેની વાતચીત ગુપ્ત રાખવામાં આવશે. જોકે જસ્ટિન ટ્રુડોની ઓફિસ અને ડોનાલ્ડ ટ્રમ્પના અધિકારીઓએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
થોડા દિવસો પહેલા ટ્રમ્પે સરહદની ચિંતાઓને કારણે કેનેડાથી આયાત થતા સામાન પર ટેરિફ લગાવવાની ધમકી આપી હતી. પદ સંભાળતાની સાથે જ ટ્રમ્પે કહ્યું હતું કે જ્યાં સુધી આ દેશો અમેરિકા આવતા ડ્રગ્સ અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રોકશે નહીં, તેઓ કેનેડા અને મેક્સિકોમાંથી આયાત પર 25 ટકા ટેરિફ લગાવશે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
