તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
પાવર બેન્કથી ચાલતું જેકેટ ૫ સેકન્ડમાં આપશે ગરમાટો
સુરત ખાતે આવેલા તિબેટીયન માર્કેટમાં બે કલાક સુધી શરીરને ગરમ રાખનારૂ જેકેટ ચર્ચામાં ટેમ્પરેચર બદલવા માટે લો, મિડીયમ અને હાઈ એમ ત્રણ અલગ અલગ લેવલ રાખવામાં આવ્યા છે

મુંબઇ, તા.૩૦: હાલ શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે ઠંડી સામે રક્ષણ મેળવવું પણ એટલું જ અનિવાર્ય થઈ જતું હોય છે. ત્યારે દર વર્ષે જેકેટ અને સ્વેટરની અલગ અલગ વેરાયટી માર્કેટમાં મળતી હોય છે. આ વર્ષે માર્કેટમાં ઈલેકટ્રીક બફર જેકેટ નવા આવ્યા છે. જે કોઈ પણ પાવરબેન્કની મદદથી પ સેકન્ડમાં તમારા શરીરને ગરમાટો આપશે.
દર વર્ષે શિયાળાની સિઝન શરૂ થતાની સાથે જ સુરતમાં તિબેટિયન માર્કેટ ભરાતું હોય છે. જેમાં દર વર્ષે અલગ અલગ પેટર્ન અને સ્ટાઈલના સ્વેટર તેમજ જેકેટ સુરતીઓ આ માર્કેટમાંથી ખરીદતા હોય છે. જોકે આ વર્ષે માર્કેટમાં નવા આવેલા બફર જેકેટ સુરતીઓ ખરીદી રહ્યા છે. અડાજણના ખાતે આવેલા તિબેટીયન માર્કેટમાં પાવરબેન્કથી ચાલતુ જેકેટ ચર્ચામાં છે. જાપાનીઝ બનાવટનું આ જેકેટની પોકેટમાં એક પોર્ટબલ કેબલ આપવામાં આવ્યો છે. જેતે પાવરબેન્ક સાથે કનેકટ કરતાની સાથે જ પાંચ જ સેકન્ડમાં શરીરને ગરમાટો આપશે. આ ઉપરાંત ટૅમ્પરેચર માટે લો, મિડીયમ અને હાઈ એમ ત્રણ અલગ અલગ લેવલ રાખવામાં આવ્યા છે. જે વપરાશકર્તા પોતાની જરૂરીયાત પ્રમાણે એડજસ્ટ કરી શકે છે.
આ જેકેટ વજનમાં હળવું છે અને સ્ટાઈલિશ છે જેથી તેને કેઝ્યુઅલ ડ્રેસ તરીકે પણ પહેરી શકાય છે. આ ઉપરાંત લાંબી મુસાફરી કરતા બાઈક રાઈડર્સ તેમજ રાત્રે કડકડતી ઠંડીમાં કામ કરતા લોકો માટે આ જેકેટ હીટરનું કામ કરે છે. આ જેકેટની વિશેષતા એ છે કે માત્ર શિયાળામાં જ નહીં પણ બીજા મોસમમાં પણ ઉપયોગી છે. કારણ કે તમે હીટીંગ પેડને બંધ કરીને તેને સામાન્ય જેકેટની જેમ પણ પહેરી શકો છો.

(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
