તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
નમુ ગણપતિને પાય.... ભોળાનાથને ચરણે નમુ રે લોલ....

રાજકોટઃ સદભાવના વૃધ્ધાશ્રમ અને વૃક્ષો વાવવાના સંકલ્પના લાભાર્થે રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે પુ.મોરારીબાપુના વ્યાસાસને શ્રીરામકથા યોજાઇ છે. આ શ્રીરામકથા ગઇકાલે સાતમા દિવસે પુ.મોરારીબાપુએ રાસ-ગરબા લીધા હતા. કથાનું શ્રવણ કરાવતી વખતે પુ.મોરારીબાપુ વ્યાસપીઠની નીચે ઉતરીને હાથમાં કરતાલ લઇને રાસ-ગરબા લીધા હતા. પુ.મોરારીબાપુએ પોતે બાળપણમાં રાસ-ગરબા લેતા હતા અને ત્યારે ગવાતા રાસ-ગરબાની પંકિતનું ગાયન કર્યુ હતું. ‘‘નમુ ગણપતિને પાય...ભોળાનાથને ચરણે નમુ રે લોલ...''ના ગીત તાલ સાથે રાસડા લીધા હતા. આ તકે શ્રોતાઓએ પણ રાસ-ગરબાની મોજ માણી હતી. રાસ-ગરબામાં પુ.મોરારીબાપુ સાથે સદભાવના વૃધ્ધાશ્રમના વિજયભાઇ ડોબરીયા, મિતલભાઇ ખેતાણી, દિનેશભાઇ ચોવટીયા સહિતનાએ પણ રાસ-ગરબા લીધા હતા.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
