<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

બંગાળની ખાડીમાં વાવાઝોડા ફેંગલે વિકરાળ રૂપ ધારણ કર્યું :દરિયામાં ભયાવહ મોજા ઉછળ્યા :તમિલનાડુમાં ભારે વરસાદ

સાંજે પોંડિચેરી અને તમિલનાડુ વચ્ચે વાવાઝોડું ટકરાઈ શકે: 90 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે

નવી દિલ્હી : બંગાળની ખાડીમાં વાવાઝોડા ફેંગલે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. દરિયામાં ભયાવહ મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. વાવાઝોડાની અસરને પગલે તમિલનાડુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 

    આજે સાંજે પોંડિચેરી અને તમિલનાડુ વચ્ચે વાવાઝોડું  ટકરાઈ શકે છે. 90 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તમિલનાડુમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. સતર્કતાના ભાગ રૂપે NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.


 

(1:04 PM IST)