<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

સંભલ હિંસાનો વધુ નવો ખુલાસો : સફેદ કુર્તા-પાયજામામાં એક વ્યક્તિએ ટોળાને મસ્જિદ તરફ જવા કહેતો હતો : જુઓ વિડિઓ

ભીડમાં ઊભેલો યુવક ઘણી વખત પાછળ ફરી રહ્યો છે અને નારા લગાવી રહેલા લોકોને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે.

સંભલ હિંસાનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ ચોંકાવનારા CCTV ફૂટેજમાં સફેદ કુર્તા-પાયજામામાં એક વ્યક્તિ પહેલા ભીડને મસ્જિદ તરફ જવા માટે કહી રહ્યો છે. તપાસ એજન્સીઓના મતે તોફાનો ભડકાવવા માટે ભીડને ઉશ્કેરનારા તોફાનીઓના આ નવા CCTV ફૂટેજ કેસની તપાસમાં મહત્વના પુરાવા બનશે.

   થોડીક સેકન્ડ સુધી ચાલેલા વિડિયોમાં કેપ અને કુર્તા પહેરેલો એક યુવક વારંવાર હાથ વડે ઈશારા કરીને ગુસ્સે ભરાયેલા ટોળાને મસ્જિદ તરફ જવા માટે કહેતો જોવા મળે છે. વીડિયોમાં ભીડમાં ઊભેલો યુવક ઘણી વખત પાછળ ફરી રહ્યો છે અને નારા લગાવી રહેલા લોકોને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે.

શનિવારે હિંસા બાદ સંભલ જામા મસ્જિદની આસપાસની કેટલીક દુકાનો ખુલી હતી. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળો પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા હતા. પોલીસ અધિકારીઓએ લાઉડસ્પીકર જાહેરાત કરી છે અને લોકોને તેમની દુકાનો ફરીથી ખોલવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા અપીલ કરી છે. પોલીસે હાલમાં હિંસા પ્રભાવિત વિસ્તારોમાં નાકાબંધી કરી છે

  સવારે પોલીસે સંભલ જઈ રહેલા સમાજવાદી પાર્ટીના પ્રતિનિધિમંડળને રસ્તામાં અટકાવી દીધું હતું. જે બાદ SP એ સંભલ પીડિતો માટે વળતરની જાહેરાત કરી છે. પાર્ટીએ મૃતકોના પરિવારને 5-5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સિવાય SP એ એક નિવેદન જારી કરીને UP સરકાર પાસેથી મૃતકોના પરિવારજનોને 25-25 લાખ રૂપિયા આપવાની માંગ કરી છે.

   સંભલ જિલ્લામાં કલમ 163 લાગુ છે, ચાર કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે. સંભલમાં 24 નવેમ્બરે હિંસા થઈ હતી. આ મામલામાં સાત FIR નોંધવામાં આવી છે. આ FIR માં 2000 થી વધુ અજાણ્યા લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. હિંસામાં ચાર લોકોના મોત થયા છે. 

  મસ્જિદ સમિતિના વકીલ કાસિમ જમાલે કહ્યું કે, હિંસાના દિવસે હું મસ્જિદની અંદર હતો અને બહાર શું થયું તેની મને ખબર નથી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે 19 નવેમ્બરે સર્વે પૂર્ણ થઈ ગયા બાદ 24 નવેમ્બરે ફરી સર્વે કેમ કરવામાં આવ્યો? 

 તેમણે કહ્યું કે, જ્યાં સુધી કૂવા અને સીડીઓ પર બાંધકામની વાત છે ત્યાં સુધી કૂવામાં જવાનો રસ્તો ખુલ્લો છે. જ્યાં સુધી સીડીઓ પર રેલિંગની વાત છે, તે લોકોની સુવિધા માટે લગાવવામાં આવી છે

(7:13 PM IST)