<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

નેશનલ સ્ટોક એક્સચેન્જે F&O એક્સપાયરીનો દિવસ બદલ્યો : પહેલી જાન્યુઆરીથી નવો નિયમ થશે લાગુ

નિફ્ટી બેન્કના મન્થલી અને ક્વૉર્ટલી કોન્ટ્રેક્ટ મહિનાના અંતિમ બુધવારે એક્સપાયર થાય છે, જ્યારે ફિન નિફ્ટી માટે તે મંગળવાર નક્કી કરાયો છે

નવી દિલ્હી :નિફ્ટી બેન્ક, ફિનનિફ્ટી, નિફ્ટી મિડકેપ સિલેક્ટ તથા નિફ્ટી નેક્સ્ટ50ના વીકલી કોન્ટ્રેક્ટ્સનો અંત કર્યા કર્યાં બાદ હવે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ 1લી જાન્યુઆરીથી અમલી બને તે રીતે 4 જેટલા F&O કોન્ટ્રેક્ટની મન્થલી એક્સપાયરી ડે ગુરુવાર કર્યો છે.

વર્તમાન સમયમાં નિફ્ટી બેન્કના મન્થલી અને ક્વૉર્ટલી કોન્ટ્રેક્ટ મહિનાના અંતિમ બુધવારે એક્સપાયર થાય છે, જ્યારે ફિન નિફ્ટી માટે તે મંગળવાર નક્કી કરવામાં આવેલો છે. જ્યારે નિફ્ટી મિડકેપ સિલેક્ટ કોન્ટ્રેક્ટ સોમવારના રોજ તથા નિફ્ટી નેક્સ્ટ 50 શુક્રવારે એક્સપાયર થતા હોય છે.

આ સાથે NSEએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે નિફ્ટી મન્થલી, વીકલી, ક્વૉર્ટલી તથા અર્ધ વાર્ષિક કોન્ટ્રેક્ટ માટે એક્સપાયરી ડેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ નિયમ 1લી જાન્યુઆરી,2025થી અમલી બનશે એટલે કે વર્તમાન તમામ કોન્ટ્રેક્ટ માટે એક્સપાયરી ડે સુધારીને 1લી જાન્યુઆરી, 2025 (EOD)ને એક્સપાયરી ડે કરી દેવામાં આવશે.

એક્સચેન્જે જણાવ્યું હતું કે વર્તમાન ઈન્ડેક્સ ડેરિવેટીવ્સ કોન્ટ્રેક્ટની એમેન્ડમેન્ટ ધરાવતા એક્સપાયરી ડેટ કોન્ટ્રેક્ટ ફાઈલમાં ઉપબ્ધ બનશે, જે 1લી જાન્યુઆરી,2025ના દિવસના અંતમાં તૈયાર કરવામાં આવશે, તે 2જી જાન્યુઆરી 2025ના રોજથી ટ્રેડિંગ માટે અમલી બનશે

સપ્તાહની શરૂઆતમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)એ 1લી જાન્યુઆરી,2025થી સેન્સેક્સ, બેન્કેક્સ તથા બેન્કેક્સ 50ની મન્થલી એક્સપાયરીને દર મહિનાના અંતિમ મંગળવારના રોજ કરવામાં આવશે. સેન્સેક્સના વીકલી કોન્ટ્રેક્ટ પણ વર્તમાન જે શુક્રવારે એક્સપાયરી થાય છે તે તેના બદલે મંગળવારે પૂરા થશે.

(7:14 PM IST)