તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 30th November 2024
ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણામાં મધરાતથી સીએનજી ગેસ મોંઘો થયો: ગુજરાતમાં એક કિલો ગેસ દોઢ રૂપિયો મોંઘો થયો

આજે મધ્યરાત્રીથી સીએનજી ગેસ દોઢ રૂપિયો મોંઘો થયો: ગુજરાત ગેસ કંપની દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણા માટે નવા ભાવ જાહેર કર્યા:
હવે એક કિલો ગેસના રૂ.૭૭.૭૬ ચૂકવવા પડશે. અત્યાર સુધી ગેસનો ભાવ રૂ.૭૬.૨૬ હતો. એટલે હવેથી સીએનજી ગેસ માટે વાહન ચાલકોએ કિલો દીઠ દોઢ રૂપિયો વધારે ચૂકવવો પડશે.
ગુજરાત રાજ્યની સાથે સાથે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણા રાજ્યમાં પણ ભાવવધારો અમલી બનાવ્યો છે. સીએનજી ગેસમાં વધારો થયા બાદ હવે પીએનજીમાં પણ ભાવ વધારાની શકયતા જોવાઇ રહી છે, જયેશ ભટાસણા ટંકારા
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
