તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 1st December 2024
ઉજ્જૈનમાં ચાલતી કારમાં કિશોરી સાથે ત્રણ નરાધમોએ પર ગેંગરેપ કર્યો :એકની ધરપકડ
સગીરા પર બળાત્કાર કર્યા બાદ ત્રણ આરોપીઓએ તેને આરડી ગાર્ડી મેડિકલ કોલેજ પાસે છોડી દીધી .

ઉજ્જૈનઃ ઉજ્જૈનમાં ચાલતી કારમાં કિશોરી પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. સગીર પર બળાત્કાર કર્યા બાદ ત્રણેય આરોપીઓએ તેને આરડી ગાર્ડી મેડિકલ કોલેજ પાસે છોડી દીધી હતી. પોલીસે કેસ નોંધ્યો છે. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, બેની શોધ ચાલી રહી છે
પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારની સાંજે આગર રોડના અહેમદ નગર કોલોનીમાં રહેતો સાહિલ નામનો યુવક ચિમનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 16 વર્ષની છોકરીને ભગાડીને આરડી ગાર્ડી મેડિકલ કોલેજ તરફ કારમાં લઈ ગયો. કારમાં વધુ બે યુવકો ચઢ્યા હતા. ત્રણેયએ તેનું મોં દબાવીને ચાલતી કારમાં યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી ત્રણેય તેને આરડી ગાર્ડી મેડિકલ કોલેજ પાસે છોડી ગયા હતા.
સગીરા તેના ઘરે પહોંચી અને ઘટનાની જાણ કરી. આ પછી, સંબંધીઓ તેને શુક્રવારે મોડી રાત્રે ચિમનગંજ પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસે શનિવારે આરોપી સામે ગુનો નોંધ્યો હતો. એક આરોપી સાહિલની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તેના બે સાગરિતોની શોધખોળ ચાલી રહી છે. યુવતીનું કહેવું છે કે સાહિલ ઘણા દિવસોથી તેને ફોલો કરતો હતો
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
