તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 1st December 2024
દિલ્હી ચૂંટણીઃ આપ કોઇપણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે
રાજધાનીમાં ત્રિકોણીય મુકાબલો સ્પષ્ટ થયોઃ ફેબ્રુઆરી-ર૦રપમાં યોજાશે ધારાસભા ચૂંટણી

નવી દિલ્હી, : દિલ્હીમાં આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી હોય કે ભાજપ-કોંગ્રેસ, તમામ પક્ષોના નેતાઓએ લોકોનો સંપર્ક શરૂ કરી દીધો છે. દરમિયાન, દિલ્હીમાં ગઠબંધન અંગેની તમામ અટકળોનો અંત આવી ગયો છે.
આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કરી દીધું છે કે તે વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ત્રિકોણીય મુકાબલો થવાનો છે તે સ્પષ્ટ થઈ ગયું છે. આમ આદમી પાર્ટીના સૂત્રોએ આજ તકને જણાવ્યું હતું કે AAP વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કરશે નહીં અને તમામ 70 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા કરશે.
આ પહેલા શનિવારે જ દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે 70 બેઠકો પર ઉમેદવારો ઉભા કરવાની તૈયારીની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટીમાં 70 સીટો માટે ઉમેદવારોને લઈને મંથન ચાલી રહ્યું છે. આ પહેલા પાર્ટીએ પોતાના 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં એવા 6 ઉમેદવારોના નામ છે, જેઓ તાજેતરમાં કોંગ્રેસ અથવા ભાજપ છોડીને AAPમાં જોડાયા છે.
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
