<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

ગુજરાતમાં EDની ટીમની મોટી કાર્યવાહી :19 સ્થળો પર સર્ચ ઓપરેશન :દોઢ કરોડની સંપત્તિ લીધી ટાંચમાં

સરકારી નાણાનાં દુરુપયોગ સંદર્ભે ઈડી દ્વારા સર્ચ ઓપરેશન: એક કરોડ રોકડ જપ્ત કર્યા

ગુજરાતમાં ઈડી ની ટીમનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યભરનાં 19 સ્થળો પર ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તેમજ એક કરોડ રોકડ ઈડીની ટીમે જપ્ત કર્યા છે.

રાજ્યભરમાં ED ની ટીમ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યનાં 19 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સરકારી નાણાનાં દુરુપયોગ સંદર્ભે ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રેડમાં ઈડીની ટીમે એક કરોડ રોકડ જપ્ત કરી છે. તેમજ દોઢ કરોડની સંપત્તિ પણ ટાંચમાં લીધી છે.

બે મહિનાં પહેલા ED દ્વારા 200 કરોડથી વધુના GST કૌભાંડના મુદ્દે ED દ્વારા ફરી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ઇડી દ્વારા અમદાવાદ, મહેસાણા, ભાવનગરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ધ્રુવી એન્ટરપ્રાઈઝ સાથે જોડાયેલા એકમો ઉપર સર્ચ કરાયું હતું. આમ 200 કરોડથી વધુના કૌભાંડમાં તપાસ કરી હતી.

આરોપ છે કે ધ્રુવી એન્ટરપ્રાઇઝ કંપનીના 2022માં ખોટા દસ્તાવેજ બનાવવામાં આવ્યા હતા. તેમજ ધ્રુવી એન્ટરપ્રાઇઝમાં અન્ય કંપનીઓએ 8 કરોડના બિલ બનાવ્યાનું સામે આવ્યું હતું. બોગસ બિલિંગ અને બોગસ કંપનીના મામલે પૂર્વ ધારાસભ્યના પુત્ર અને 2 ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. 

   પૂર્વ ધારાસભ્યના પુત્ર અને ભત્રીજાની પૂછપરછ ક્રાઇમ બ્રાંચ દ્વારા કરવામાં આવી હતી. ધ્રુવી એન્ટરપ્રાઇઝ સાથે અન્ય 200 કંપનીઓ સાથેના આર્થિક વ્યવહાર મળી આવ્યા હતા અન્ય કંપનીઓ બોગસ છે કે કેમ તેને લઈને પણ તપાસ ચાલી રહી છે. GST કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણી સામે આવે તેવી સંભાવના છે.

રાજકોટમાં થોડા દિવસ અગાઉ એસ્ટેટ બ્રોકર, ધંધાર્થી, નાસ્તગૃહનાં સંચાલકો દ્વારા જે ટેક્સ ભરવાનો થાય તે ટેક્સ તેઓ દ્વારા ભરવામાં આવ્યો ન હોવાથી GST વિભાગે દરોડા પાડ્યા હતા. તે સમય એસ્ટેટ બ્રોકર, નાસ્તા ગૃહ ઉદ્યોગમાંથી લાખોની કરચોરી ઝડપાઈ હતી.

(1:31 AM IST)