તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 1st December 2024
રણને ચીરીને નીકળશે દેશનો બીજા નંબરનો સૌથી લાંબો અમૃતસર- જામનગર એક્સપ્રેસવે : 1300 કિમી અંતર 13 કલાકમાં કાપી શકાશે
ગુજરાતથી પંજાબ અને પછી કાશ્મીર સુધીની યાત્રાને સરળ બનાવશે :એક્સપ્રેસવેની કુલ લંબાઈ 1316 કિલોમીટર હશે:દિલ્હી-કટરા એક્સપ્રેસવે સાથે પણ લિંક કરવામાં આવશે:પંજાબ-હરિયાણા અને ઘણાં ઔદ્યોગિક શહેર સીધા ગુજરાતના ઇન્ડસ્ટ્રિયલ સિટી સાથે જોડાઈ જશે

નવી દિલ્હી :દેશમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ખૂબ જ ચર્ચામાં છે, પરંતુ તે સિવાય પણ અન્ય ઘણા એક્સપ્રેસવે છે જે ટ્રાવેલ ટાઈમ અને રૂપિયા બંને બચાવશે. અમૃતસર-જામનગર એક્સપ્રેસવે પણ તેમાંથી જ એક છે. તે આગામી વર્ષે શરૂ થાય તેવી શક્યતા છે. .
ખાસ વાત એ છે કે, અમૃતસર-જામનગર એક્સપ્રેસવે, દેશનો બીજો સૌથી મોટો એક્સપ્રેસવે છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેની લંબાઈ 1350 કિલોમીટર છે. જ્યારે આ એક્સપ્રેસવેની લંબાઈ 1316 કિલોમીટર છે.
હાલ અમૃતસરથી જામનગરનું અંતર 1516 કિલોમીટર છે. જેના પર મુસાફરી 26 કલાકમાં પૂર્ણ થાય છે. પરંતુ, આ એક્સપ્રેસવે બનવાથી 216 કિલોમીટરનું અંતર ઓછું થઈ જશે અને અમૃતસરથી જામનગરની મુસાફરી 13 કલાકમાં પૂર્ણ થઈ શકશે.
હવે સવાલ એ છે કે, 216 કિલોમીટર ઘટવાથી મુસાફરી 13 કલાકમાં કઈ રીતે પૂરી થશે, તો તેનો જવાબ છે આ એક્સપ્રેસવે પર વાહનોની સ્પીડ. અમૃતસર-જામનગર એક્સપ્રેસવે પર ગાડીઓને 100 કિમી પ્રતિકલાકની સ્પીડે દોડાવી શકાશે.
અમૃતસર-જામનગર એક્સપ્રેસવેથી દિલ્હી-એનસીઆર, પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાત વચ્ચે રોડ કનેક્ટિવિટી વધુ સારી થશે. ખાસ વાત એ છે કે, આ એક્સપ્રેસવેને દિલ્હી-કટરા એક્સપ્રેસવેથી પણ લિંક કરવામાં આવશે.
એવામાં ગુજરાતથી કાશ્મીરની મુસાફરી પણ સરળ થઈ જશે. આ 4 રાજ્યોના હજારો ગામ અને મહત્વના શહેર ભટિંડા, મોગા, હનુમાનગઢ, સુરતગઢ, બીકાનેર, નાગૌર, જોધપુર, બારમેર અને જામનગરથી પસાર થશે.
અમૃતસર-જામનગર એક્સપ્રેસવે રાજસ્થાન અને હરિયાણામાં સેંકડો કિલોમીટરના રણને પાર કરશે. આ એક્સપ્રેસવેનો 500 કિમી ભાગ રાજસ્થાનમાંથી પસાર થશે. આ એક્સપ્રેસવેના કારણે પંજાબ-હરિયાણા અને ઘણાં ઔદ્યોગિક શહેર સીધા ગુજરાતના ઇન્ડસ્ટ્રિયલ સિટી સાથે જોડાઈ જશે.
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
