<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st December 2024

શ્રીકૃષ્ણ જન્મભૂમિ - શાહી ઇદગાહ મામલે ૯ ડિસેમ્બરે વિસ્તારથી સુનવણી થશે : સુપ્રીમ કોર્ટ

ઈલાહાબાદ હાઇકોર્ટના હિન્દુ પક્ષના ૧૮ મામલાની વિચારણીયતાને પડકારનારી મસ્જિદ કમિટીની યાચિકાને ખારીજ કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે

નવીદિલ્હી: મથુરાની શ્રીકૃષ્ણ જન્મભૂમિ - શાહી ઈદગાહ વિવાદમાં મસ્જિદ કમિટીની યાચિકા પર સુપ્રીમ કોર્ટે ૯ ડિસેમ્બરે સુનવણી કરશે. તેમાં ઈલાહાબાદ હાઇકોર્ટના હિન્દુ પક્ષના ૧૮ મામલાની  વિચારણીયતાને પડકારનારી મસ્જિદ કમિટીની યાચિકાને ખારીજ કરવાના નિર્ણયને પડકારવામા આવી છે.

   મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્ના તથા સંજયકુમારની પીઠે કહ્યું કે. તેના પર વિસ્તારથી સુનવણી થશે. આપણે એ નક્કી કરવાનું છે કે, કાયદાની સ્થિતિ શું છે. તેઓએ એવું પણ કહ્યું કે, પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે, હાઇકોર્ટની એક વ્યક્તિની ન્યાયધીશની પીઠે ૧ ઓગસ્ટના આદેશ વિરુદ્ધ અંતર-ન્યાયાલયીય અપીલની કરી શકાય છે.

(8:13 PM IST)