News of Sunday, 1st December 2024
દેશભરની અદાલતોમાં ન્યાયાધીશોના ૫,૬૧૧ થી વધુ પદ ખાલી : કાયદા મંત્રી
જિલ્લા ન્યાયાલયોમાં સૌથી વધુ ૫,૨૪૫ પદ ખાલી

નવીદિલ્હી: દેશમાં સુપ્રીમ કોર્ટથી લઈને નિચલી અદાલતો સુધી ન્યાયાધીશોના ૫.૬૧૧ પદ ખાલી છે. તેમાં સૌથી ઓછા સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોના બે પદ ખાલી છે. શીર્ષ ન્યાયાલયમા ન્યાયાધીશોના સ્વીકૃત પદ ૩૪ છે. તે ઉપરાંત, ૨૫ ઉચ્ચ ન્યાયાલયોમાં ન્યાયાધીશોના ૩૬૪ પદ ખાલી છે, જ્યારે તેમની સ્વીકૃત સંખ્યા ૧,૧૧૪ છે.આ ક્રમમાં જિલ્લા ન્યાયાલયોમાં સૌથી વધુ ૫,૨૪૫ પદ ખાલી છે. આ પદોનું ખાલી હોવાનું કારણ સેવાનિવૃત્તિ, રાજીનામું, ન્યાયાધીશોની પદોન્નતિ અને સ્વીકૃત સંખ્યામાં ફેરફાર થાય છે. તેને ભરવાને માટે સમય સમયે કાર્યવાહી થતી હોય છે. જિલ્લા અને અધીનસ્થ ન્યાયાલયોમાં પદોને ભરવાની જવાબદારી ન્યાયાલય અને રાજ્ય સરકારની હોય છે. તેને માટે સાંવિધાનિક રીતે રાજ્ય સરકારોને સંબંધિત ઉચ્ચ ન્યાયાલયોના પરામર્શથી સંવિધાનના અનુચ્છેદ ૩૦૯ માં અને અનુચ્છેદ ૨૩૩ અને ૨૩૪ માં પ્રાવધાન કરવામાં આવ્યું છે. તે અનુસાર રાજ્યને અધિકાર આપવામાં આવ્યા છે કે, તેઓ રાજ્ય ન્યાયિક સેવામાં નિયુક્તિ માટે ભરતીના નિયમ બનાવી શકે છે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
