તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 1st December 2024
લાડકી બહેન પછી હવે લાડકા વડીલો !: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી વયોશ્રી યોજના હેઠળ મળશે ૩૦૦૦ રૂપિયા
રાજ્યમાં ‘મુખ્યમંત્રી વયોશ્રી યોજના’ શરુ :જ્યેષ્ઠ નાગરિકોના આ યોજના અંતર્ગત ૩,૦૦૦ રૂપિયાની આર્થિક મદદ મળશે

મહારાષ્ટ્રની કુલ વસ્તીમાં ૬૫ વર્ષથી ઉંમરના વરિષ્ઠ નાગરિકોની વસ્તી ૧૦ થી ૧૨ ટકા જેટલી છે. મોટી ઉંમરે કોઈ ને કોઈ બીમારી કે સમસ્યાનો સામનો કરતાં આ વડીલો માટે કેન્દ્ર સરકારની યોજનાની તર્જ પર રાજ્યમાં ‘મુખ્યમંત્રી વયોશ્રી યોજના’ શરુ કરવામાં આવી છે. જ્યેષ્ઠ નાગરિકોના આ યોજના અંતર્ગત ૩,૦૦૦ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે.
૬૫ વર્ષથી ઉપરના વડીલોને ઉંમરની સાથે અશક્તિ અને અંગો માં અપંગત્વ કે શિથિલતા આવી જતી હોવાથી ઉપકરણોની સહાયતા લેવી પડે છે. આ ઉપકરણોની ખરીદી માટે વયોશ્રી યોજના હેઠળ આર્થિક મદદ કરવામાં આવે છે.
આયુષ્યના ૬૫ વર્ષ પૂર્ણ કરનાર મહારાષ્ટ્રના કોઈપણ નાગરિક અરજી કરી શકે છે?
ઓનલાઇન અથવા ઓફલાઈન અરજી કરી શકાય છે.
આવશ્યક માહિતી અને દસ્તાવેજો સાથે અરજી કરી શકાય છે
પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે, પૂર્ણ નામ, વય, વ્યવસાય, ગામનું નામ, તાલુકો, જિલ્લો વગેરે માહિતી ભરવાની રહેશે.
છેલ્લા ત્રણ વર્ષમાં કોઈપણ સરકારી યોજનાનો લાભ નથી લીધો તેનું ઘોષણાપત્ર સાથે જોડવું જરૂરી છે.
અરજી યોગ્ય રીતે ભરીને જરૂરી દસ્તાવેજો સાથે ગ્રામ પંચાયત કે તહસીલદાર ઓફિસમાં સુપરત કરવાની રહેશે.
કયા ઉપકરણો ખરીદી શકાશે?
ચશ્મા
શ્રવણયંત્ર
ટ્રાઇપોડ સ્ટિક, વ્હીલચેર,
ફોલ્ડિંગ વોકર,
કમોડ ખુરશી,
કમરનો પટ્ટો
કયા દસ્તાવેજો જરૂરી છે?
આધાર કાર્ડ, મતદાન ઓળખપત્ર
પાસપોર્ટ સાઈઝના બે ફોટા
રાષ્ટ્રીયકૃત બેંકની પાસબુકની પ્રત
સ્વયં-ઘોષણાપત્ર
ઓળખપત્ર સાબિત કરવા માટેના અન્ય સરકારી દસ્તાવેજો
આધાર કાર્ડ ન હોય તો તેની રસીદ પણ ચાલશે
(9:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
