તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 1st December 2024
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં ભાડજના હરે કૃષ્ણ મંદિર ખાતે પ્રદર્શન
અમદાવાદના ભાડજના હરે કૃષ્ણ મંદિર ખાતે ભક્તોએ વિરોધ નોંધાયો

બાંગ્લાદેશમાં અત્યારે હિંદુઓ પર ખુબ જ અત્યાચાર થઈ રહ્યો છે. જેને લઈને અનેક પ્રકારના આંદોલન પણ થયાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમદાવાદના ભાડજના હરે કૃષ્ણ મંદિર ખાતે ભક્તોએ વિરોધ નોંધાયો છે. બાંગ્લાદેશમાં હિંદુંઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે, જેના વિરોધમાં આ પ્રદર્શન થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા બાંગ્લાદેશમાં ઇસ્કોનના સંતની ધરપકડ કરવામાં આવી હતી. ઇસ્કોનના સંતની ધરપકડના વિરોધમાં પ્રાર્થનાસભા થકી વિરોધ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, પ્રાર્થના સભા થકી બાંગ્લાદેશમાં વસતા હિન્દુને સમર્થન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ બાંગ્લાદેશ સરકાર અને અધિકારીને અપીલ કરવામાં આવી છે કે, નાગરિકોને ધર્મનું અનુસરણ કરવા દે. ચોંકાવનારી વાત એ છે કે, અત્યારે બાંગ્લાદેશમાં ઇસ્કોન સંસ્થાને એકલી પાડી હાંસિયામાં ધકેલી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ભાડજ હરેકૃષ્ણ મંદિરના અનુયાયીઓએ હરેકૃષ્ણ મંદિરના અનુયાયીઓએ બેનર પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો છે. બાંગ્લાદેશી હિન્દુના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો સંકીર્તનમાં જોડાયા છે. અત્યારે બાંગ્લાદેશમાં હિંદુઓની હાલત વધારે કફોડી બની છે, તેમની સાથે ખુલ્લેઆમ અત્યાચાર થઈ રહ્યો છે. એટલું જ નહીં પરંતુ ત્યાં સંતોની ધરપકડ કરવામાં આવી છે. જેના વિરોધમાં અત્યારે અમદાવાદના ભાડજના હરે કૃષ્ણ મંદિર ખાતે ભક્તોએ વિરોધ કર્યો છે.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
