<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st December 2024

હવે વોશિંગ મશીન પણ માણસને ધોઈ નાખશે

તેમાં માણસના શરીરને સ્વચ્છ-સાફ કરવા માટે મોટા-મોટા એયર બબલ્સની મદદથી અલ્ટ્રાસાઉન્ડ ક્રિએટ કરવામાં આવશે

ટોક્યો: જો તમને સ્નાન કરવામાં આળસ આવતી હશે, તેમજ સ્નાન કરતી વખતે તમારી પીઠ પર  કોઈ સાબુ ઘસીને તમારા શરીરને સાફ કરવામાં મદદ કરે એવું મનમાં વિચારતા હશો, તો તે કામ હવે તમારા માટે એકદમ સરળ બનવાનું છે, કારણ હવે આવા કામો માટે (સેમ્પલ મશીન)  વોશિંગ મશીન તૈયાર થઈ ગયું છે.

   જાપાન ખાતે શૉવર હેડ નિર્માતા સાયન્સ કંપની આગામી વર્ષની શરૂઆતમાં એક વિશાળ માનવ વોશિંગ મશીન લાવી રહ્યું છે. તેને એપ્રિલ-૨૦૨૫માં ઓસાકા કંસાઈ એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવનાર છે.  તેમાં માણસના શરીરને સ્વચ્છ-સાફ કરવા માટે મોટા-મોટા એયર બબલ્સની મદદથી અલ્ટ્રાસાઉન્ડ ક્રિએટ કરવામાં આવશે, પછી પ્લાસ્ટિક બૉલ્સથી યુઝરની મસાજ થઈ શકશે. આ બબલ્સ શરીરને ૧૫ મીનીટમાં સાફ કરી આપશે.


 

(11:03 PM IST)