તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 1st December 2024
કેરળના ઘણા જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની ચેતવણી : વરસાદ માટે રેડ એલર્ટ
આગામી 3 દિવસમાં કર્ણાટકના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના

નવી દિલ્હી :હવામાન વિભાગે કેરળમાં 2 ડિસેમ્બરે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. માછીમારોને દરિયાકાંઠેથી દૂર રહેવાની કડક ચેતવણી આપવામાં આવી છે, કારણ કે દરિયામાં ઊંચા મોજા અને તેજ પવન જીવલેણ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત ભૂસ્ખલનનું જોખમ પણ વધી ગયું છે. જેના માટે લોકોને સલામત સ્થળે જવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે કેરળના ચાર જિલ્લાઓ માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આગામી 3 દિવસમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે કેરળના 4 જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર, સોમવાર, 2 ડિસેમ્બરે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. IMDએ જે જિલ્લાઓમાં ચેતવણી જારી કરી છે તેમાં મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ અને કન્નુર સહિતના ઉત્તરીય જિલ્લાઓનો સમાવેશ થાય છે. તે જ સમયે, રવિવારે પણ કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે કોટ્ટયમ, એર્નાકુલમ, ઇડુક્કી અને થ્રિસુર જિલ્લાઓ માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પથાનમથિટ્ટા, અલપ્પુઝા, પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દક્ષિણ કન્નડ, ઉડુપી, શિવમોગ્ગા, ચિક્કામગલુર, હસન, કોડાગુ, મૈસુર, ચામરાજનગરમાં પણ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી 3 દિવસમાં કર્ણાટકના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.
રેડ એલર્ટ 24 કલાકમાં 20 સેમીથી વધુ ભારેથી અતિ ભારે વરસાદ માટે છે. ઓરેન્જ એલર્ટ 11 સેમીથી 20 સેમી વરસાદ માટે છે અને યલો એલર્ટ 6 સેમીથી 11 સેમી વચ્ચેના ભારે વરસાદ માટે છે.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
