<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

લાડકી બહેન પછી હવે લાડકા વડીલો!

મુખ્‍યમંત્રી વયોશ્રી યોજના હેઠળ મળશે ૩૦૦૦ રૂપિયા

 મુંબઈ, તા.૨: મહારાષ્ટ્રની કુલ વસ્‍તીમાં ૬૫ વર્ષથી ઉંમરના વરિષ્ઠ નાગરિકોની વસ્‍તી ૧૦ થી ૧૨ ટકા જેટલી છે. મોટી ઉંમરે કોઈ ને કોઈ બીમારી કે સમસ્‍યાનો સામનો કરતાં આ વડીલો માટે કેન્‍દ્ર સરકારની યોજનાની તર્જ પર રાજ્‍યમાં ‘મુખ્‍યમંત્રી વયોશ્રી યોજના' શરુ કરવામાં આવી છે. જ્‍યેષ્ઠ નાગરિકોના આ યોજના અંતર્ગત ૩,૦૦૦ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે.

૬૫ વર્ષથી ઉપરના વડીલોને ઉંમરની સાથે અશક્‍તિ અને અંગો માં અપંગત્‍વ કે શિથિલતા આવી જતી હોવાથી ઉપકરણોની સહાયતા લેવી પડે છે. આ ઉપકરણોની ખરીદી માટે વયોશ્રી યોજના હેઠળ આર્થિક મદદ કરવામાં આવે છે.

કયા ઉપકરણો ખરીદી શકાશે?

ચશ્‍મા, શ્રવણયંત્ર, ટ્રાઇપોડ સ્‍ટિક, વ્‍હીલચેર, ફોલ્‍ડિંગ વોકર, કમોડ ખુરશી, કમરનો પટ્ટો,

કયા દસ્‍તાવેજો જરૂરી છે?

આધાર કાર્ડ, મતદાન ઓળખપત્ર, પાસપોર્ટ સાઈઝના બે ફોટા, રાષ્ટ્રીયકળત બેંકની પાસબુકની પ્રત, સ્‍વયં-ઘોષણાપત્ર

ઓળખપત્ર સાબિત કરવા માટેના અન્‍ય સરકારી દસ્‍તાવેજો

આધાર કાર્ડ ન હોય તો તેની રસીદ પણ ચાલશે.

(9:44 AM IST)