<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

૨૧ વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધી ૨૧: ‘‘ પોતાના અમૃત-ભરેલા શરીરના કોઇ અંગને સોંયથી ભોંકો, અને ભદ્રતા સાથે એ ભોંકવામાં પ્રવેશ કરો અને આંતરિક શુધ્‍ધિને પ્રાપ્ત થાઓ.''

સોંયથી પણ છેદ કરવાની જરૂર નથી. દરરોજ એવી વસ્‍તુઓ બને છે જેમને તમે ધ્‍યાન માટે ઉપયોગમાં લાવી શકો છો અથવા કોઇ એવી સ્‍થિતિ ઉપસ્‍થિત કરી શકો છો.

તમારા ભીતર કોઇ પીડા થઇ રહી છે. એક કામ કરો. બાકીના શરીરને ભુલી જાવ, ફકત એ ભાગ ઉપર મનને એકાગ્ર કરો જેમા પીડા છે અને ત્‍યારે એક અજબ વાતનો અનુભવ થશે. જયારે તમે પીડાવાળા ભાગ ઉપર મનને એકાગ્રકરશો તે જોશો કે તે ભાગ સંકોચાઇ રહ્યો છે. નાનો થઇ રહ્યો છે. પહેલા તમે સમજતા હતા કે આખા પગમાં પીડા છે. પરંતુ જયારે એકાગ્ર થઇ ને દરદ ફકત ઘુંટણમાં છે અને જો વધુ એકાગ્ર થાઓ  અને તમે જોશો કે દરદ આખા ઘુંટણમાં નથી એ પણ એક નાના બિન્‍દુમાં છે. પછી એ બિન્‍દુ ઉપર એકાગ્રતા સાધો અને બાકીના શરીરને ભૂલી જાઓ. આંખો બંધ રાખો અને એકાગ્રતાને વધારતા જાઓ અને શોધો કે પીડા કયા છે. પીડાનું ક્ષેત્ર સંકોચાતુ જશે. નાનાથી નાનુ થતુ જશે અને એક ક્ષણ આવશે કે જયારે તે માત્ર સોંયની અણી જેટલુ રહી જશે. એ સોંયની અણી ઉપર પણ એકાગ્રતાની નજર માંડો અને અચાનક તે અણી પણ વિદાય થઇ જશે અને તેમ આનંદથી ભરાઇ જશો. પીડાને બદલે તમે આનંદથી ભરાઇ જશો.

- રજનીશના પ્રણામ

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:49 AM IST)