તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
આતંકવાદીઓની હવે ખેર નહીં :ઘૂસણખોરી રોકવા BSFની બે વધારાની બટાલિયનોએ ચાર્જ સંભાળ્યો
આ બટાલિયનને કઠુઆ અને સાંબા જિલ્લામાં તૈનાત કરાઈ જ્યાંથી પાકિસ્તાન વારંવાર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરે છે

જમ્મુ. શિયાળામાં ભારે હિમવર્ષાને કારણે નિયંત્રણ રેખા (LOC) પર ઘૂસણખોરીના માર્ગો બંધ થયા બાદ આતંકવાદીઓ આંતરરાષ્ટ્રીય સરહદેથી પ્રવેશવાનો પ્રયાસ શરૂ કરે છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન અને આતંકવાદી સંગઠનોના ષડયંત્રને નિષ્ફળ બનાવવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની બે વધારાની બટાલિયનોએ જમ્મુ ડિવિઝનમાં ચાર્જ સંભાળ્યો છે.
સરહદના આવા ભાગોમાં કઠુઆ અને સાંબા જિલ્લામાં બે હજાર સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે, અહીંથી પાકિસ્તાન આતંકવાદીઓની ઘૂસણખોરીના વધુ પ્રયાસો કરે છે.
કઠુઆમાં સરહદના સંવેદનશીલ ભાગો અને પંજાબની સરહદે જમ્મુના વિસ્તારોમાં સુરક્ષા ગ્રીડને મજબૂત કરવામાં આવી છે. આ સૈનિકોને સરહદ પર પહેલાથી જ તૈનાત રક્ષકોની પાછળ "રક્ષણની બીજી લાઇન" તરીકે તૈનાત કરવામાં આવ્યા છે.
જમ્મુના કઠુઆ જિલ્લાથી અખનૂર સુધીની આંતરરાષ્ટ્રીય સરહદ 192 કિલોમીટર છે. સેના પાસે 10 કિલોમીટરનો હિસ્સો પણ છે. શિયાળામાં સરહદ પારથી આતંકવાદી ગતિવિધિઓ વધારવાના પાકિસ્તાનના કાવતરાને ધ્યાનમાં રાખીને, ગૃહ મંત્રાલયે તાજેતરમાં બીએસએફની બંને બટાલિયનને ઓડિશાથી જમ્મુ ખસેડવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
આ પ્રક્રિયા શિયાળાની શરૂઆત પહેલા પૂર્ણ કરવામાં આવી હતી. ઓડિશાના કોરાપુટ અને મલકાનગીરી જિલ્લામાંથી બંને બટાલિયનને જમ્મુમાં શિફ્ટ કરવાનો નિર્ણય જુલાઈમાં લેવામાં આવ્યો હતો.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
