તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
બાપ્સને સમર્પિત ૧ લાખ કાર્યકરોના ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ'નો ૭ ડિસે. ગ્રાન્ડ ફિનાલે
મહંત સ્વામી મહારાજ, અમિતભાઈ શાહ, ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં

રાજકોટ : ગુજરાતના આદિવાસી ક્ષેત્રોથી લઈને અમેરિકા ખંડ સુધી વિસ્તરેલી બી.એ.પી.એસ. સંસ્થાની અનેકવિધ સામાજિક કે આધ્યાત્મિક સેવાપ્રવળતિઓની આધારશિલા છે - બી.એ.પી.એસ. સંસ્થાના સમર્પિત કાર્યકરો. બી.એ.પી.એસ. સંસ્થાની સેવા-વળત્તિઓને પરમ પૂજ્ય -મુખસ્વામી મહારાજે આર્ષદ્રષ્ટિથી એક વિધિવત માળખા હેઠળ સ્થાપિત કરી, જેને આજે ૫૦ વર્ષનો સમય વીતી ગયો છે. પરમ પૂજ્ય -મુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રચંડ પુરુષાર્થથી બી.એ.પી.એસ. સંસ્થાના એક લાખથી વધુ સમર્પિત કાર્યકરોનું વિશાળ વળંદ તૈયાર થયું છે. આ કાર્યકરોની નિઃસ્વાર્થ સેવાઓને બિરદાવવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં કાર્યકર સુવર્ણ મહોત્સવ નો આ વર્ષે સુરતમાં જાન્યુઆરી મહિનામાં શુભારંભ થયો હતો.
આ મહોત્સવની ચરમસીમા રૂપે તેના ગ્રાન્ડ ફિનાલે - મુખ્ય સમારોહનું ભવ્ય આયોજન અમદાવાદમાં ૭ ડિસેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે, જેમાં બી.એ.પી.એસ.ના આધ્યાત્મિક વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજ, ભારતના ગળહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તેમજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. આ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી સમ્મિલિત બી.એ.પી.એસ.ના એક લાખ જેટલાં કાર્યકરોનું પ્રેરણાદાયી અને રોમાંચક પ્રસ્તુતિ દ્વારા અભિવાદન કરવામાં આવશે તેમ એક યાદીમાં જણાવાયુ છે.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
