તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
તમામ ટ્રેનોના એસી કોચના મુસાફરોને કીટાણુરહિત ચાદરો, ઓશીકા મળતાં થશે
ત્રણ મહિને અને હવે પંદર દિવસે ધોવાતી ચાદરો રોગોનું ઘર બનતા નિર્ણય લેવાયો

નવી દિલ્હી, તા.૨: ટ્રેનોના એસી કોચમાં હવે મુસાફરોને ચાદર, ઓશિકા ચોખ્ખા અને કિટાણુંમુક્ત મળવાની આશા જાગી છે. ભારતીય રેલવેમાં હાલ ઉત્તર રેલવે દ્વારા પ્રાયોગિક ધોરણે (૧૨૪૨૪) દિલ્હી-ડિબ્રુગઢ રાજધાનીના મુસાફરોને પરાબેંગી વિકિરણ કિટિાણુશોધન પદ્ધતિ (એલ્ટ્રાવાયોલેટ કિરણોથી શેનિટાઇઝાનો ઉપયોગ કરીને ચોખ્ખી ચાદર, ઓશિકા આપવાનો પ્રયાસ હાથ ધરાયો છે. આગામી દિવસોમાં પશ્ચિમ રેલવેની વિવિધ ટ્રેનોમાં પણ તેનો અમલ કરીને મુસાફરોને સ્વચ્છ ચાદર, ઓશિકા મળી રહે તે દિશામાં હાલ કામગીરી ચાલી રહી છે.
રેલવેના દાવા મુજબ, ઉપરોક્ત પદ્ધતિથી ચાદર, ઓશિકાને ૯૯.૭ ટકા કિટાણુરહિત કરી શકાય છે. આ પ્રયોગની સફળતા બાદ આગામી સમયમાં અન્ય ટ્રેનોના એસી કોચના મુસાફરોને પણ આ સુવિધા પુરી પડાશે. નોંધપાત્ર છે કે વર્ષ ૨૦૧૦ પહેલાં રેલવેના એસી કોચમાં મુસાફરોને અપાતી ચાદરની સફાઈ ત્રણ મહિને કરાતી હતી. ચાદરો ગંધ મારતી હોવાની મુસાફરોની વ્યાપક ફરિયાદ બાદ સફાઈનો સમયગાળો ઘટાડીને બે મહિના કરાયો હતો. વર્ષ ૨૦૧૬ પછી દર પંદર દિવસે સફાઇ કરાવાની શરૂઆત કરાઈ છે. બીજી તરફ પ્રિમિયમ અલ્ટ્રા સોફટ બેડરોલ તૈયાર કરાયા છે. જેમાં ચાદર, ઓશિકાની ગુણવત્તા સારી હોય અને તેને ધોવામાં પાણીનો ઓછો વપરાશ થાય છે. હવે રેલ્વેમાં રાજધાની, દુરન્તો સહિતની સ્પેશિયલ શરૂ કરાયો ટ્રેનોમાં મુસાફરોને આ બેડરોલ આપવામાં આવી રહ્યા છે. એસી કોચમાં વધુ ભાડું ભરીને દિવસો સુધી એક કોચમાં એક જ બેડમાં બેસીને મુસાફરી કરતા મુસાફરોને સ્વચ્છ ચાદરો મળે તે તેનો મૂળભૂત અધિકાર છે.
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
