<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

હું જે કાંઇ પણ છું તે મોરારિબાપુના આશીર્વાદ અને કૃપાથી છું : લોર્ડ ડોલરભાઇ પોપટ

અહીં આર્ટ અને હાર્ટની કદર છે સાધુઓનો આ દેશ છે તેનું તો ઇશ્વર જ ધ્‍યાન રાખશે : લોર્ડ ડોલરભાઇનું એક પારિવારિક સાહસ છે ટી.એલ.સી. તે હોટલ અને કેરહોમ એટલે કે વળધ્‍ધાશ્રમોનુ સંચાલન કરે છે પરંતુ આ ટીએલસી એટલે ટ્રુથ-સત્‍ય, એલ-લવ-પ્રેમ અને સી-કરૂણા : લોર્ડ પોપટે હેલ્‍થકેર સેક્‍ટરમાં અને હોસ્‍પિટાલિટી સેક્‍ટરમાં વૈવિધ્‍યીકરણ કર્યુ અને યુકેમાં હોલિડે ઇન દ્વારા ઇન્‍ટરકોન્‍ટિનેન્‍ટલ હોટેલ્‍સ ગ્રુપ ફોર એક્‍સપ્રેસ સાથે માસ્‍ટર ફ્રેન્‍ચાઇઝી મેળવી : ગુજરાત દેશનું જ નહીં વિશ્વનું રોલ મોડેલ છે. અહીં લોકોનું જીવન ધોરણ, જીવન શૈલીમાં ગતિશીલ પરિવર્તન આવ્‍યું છે : પૂ. મોરારિબાપુની વૈશ્વિક રામકથા યોજાઈ જેમાં ખાસ લંડનથી લોર્ડ ડોલરભાઇ પોપટ આવ્‍યા. વર્ષમાં ત્રણ વખત ભારત આવી પૂજ્‍ય બાપુના આશીર્વાદ મેળવે છે : લોર્ડ ડોલરભાઇ પોપટ નિયમિતપણે ભારત, મધ્‍ય-પૂર્વ અને પૂર્વ આફ્રિકાની મુલાકાત લે છે અને યુ.એસ., કેનેડા, દક્ષિણ આફ્રિકા અને યુરોપના સમુદાય અને વ્‍યવસાયિક નેતાઓ સાથે સારી રીતે પરિચિત છે. તેઓ ગુજરાતી, હિન્‍દી અને સ્‍વાહિલી સહિત ચાર ભાષાઓ બોલી જાણે છે.

રાજકોટ, તા.૨ : પૂજ્‍ય મોરારિબાપુની વૈશ્વિક ‘માનસ સદભાવના' રામકથા રાજકોટના આંગણે પૂર્ણ થઇ. જેમાં મૂળ જામજોધપુરના વતની અને બ્રિટનના પૂર્વ કેન્‍દ્રીય મંત્રી, સૌપ્રથમ ગુજરાતી જેને ‘લોર્ડ'નું બિરૂદ મળ્‍યું, એવા બ્રિટિશ સાંસદ લોર્ડ ડોલરભાઇ પોપટ ખાસ લંડનથી આવ્‍યા હતા. ડોલરભાઇ પોપટને મોરારિબાપુ પ્રત્‍યે ભારે શ્રદ્ધા છે. તેઓ વર્ષમાં ત્રણ વખત મોરારિબાપુના આશિર્વાદ લેવા પહોંચે છે. લોર્ડ પોપટ મોરારિબાપુના ભક્‍ત અને અનુયાયી છે. જેમને તે પોતાના ગુરુ અને જીવનમાં માર્ગદર્શક માને છે. જ્‍યારે ડોલરભાઇની હાઉસ ઓફ લોર્ડ્‍સ માટે નિમણુંક થઇ ત્‍યારે તેઓ મોરારિબાપુનું માર્ગદર્શન લેવા માટે મુંબઇ પહોંચી ગયા હતા. મૂળે સૌરાષ્‍ટ્રના લોર્ડ ડોલર પોપટ યુકે હાઉસ ઓફ કોમન્‍સના સભ્‍ય છે. તાજેતરમાં તેઓ રાજકોટ આવ્‍યા હતા અને બાપુના આશીર્વાદ મેળવ્‍યા હતા. તેઓ અકિલાના ખુબજ સ્‍નેહી છે.

સૌરાષ્‍ટ્ર કે ગુજરાતની કોઇ વ્‍યક્‍તિ કે પરિવાર વિદેશ જાય ત્‍યાં સ્‍થાયી થાય, હોટલ-મોટેલ બનાવે અને બિઝનેસમાં એચિવમેન્‍ટ્‍સ કરે તો એ વાતની કોને નવાઇ લાગે? સાત સમંદર પાર એવા અનેક દેશો છે જયાં ગુજરાતીતા ગુંજે છે. પરંતુ મૂળ સૌરાષ્‍ટ્રના એક માણસે બ્રિટનમાં એક એવી સિધ્‍ધિ મેળવી છે જેની નોંધ લેવી પડે. એ છે લોર્ડ ડોલર પોપટ. જેમના કૂળના મૂળ સૌરાષ્‍ટ્રના જામજોધપુરમાં છે તેવા આ ડોલરભાઇ ઇંગ્‍લેન્‍ડની સંસદમાં હાઉસ ઓફ લોર્ડ્‍સમાં સ્‍થાન પામ્‍યા છે અને જો તમે એમ કહેવા માંગતા હો કે લોર્ડ મેઘનાદ દેસાઇ, લોર્ડ ભીખુ પારેખ વગેરે પણ છે જ તો વાત એમ છે કે તે બધા જ ત્‍યાંની લેબર પાર્ટી સાથે સંકળાયેલા છે. જ્‍યારે ડોલરભાઇ પોપટ ઇંગ્‍લેન્‍ડની કન્‍ઝર્વેટિવ પાર્ટીના સૌ પ્રથમ ગુજરાતી લોર્ડ છે. તેઓ વર્ષો પહેલા જ્‍યારે તેમના ઘનિષ્‍ઠ મિત્ર અને રાજકોટના જાણીતા ઉધોગપતિ જયંતિભાઈ ચાંદ્રાને ત્‍યાં રાજકોટ આવેલા ત્‍યારે ડોલરભાઇ પોપટે કહેલું કે તેમની પાર્ટીના જે મુખ્‍યા મુદ્દા છે તેમાં એક છે ભારત સાથેના સંબંધો વધારે મજબૂત અને ઘનિષ્ટ બનાવવા.

જો માણસ લગન અને મહેનત થી કાંઇ પણ કામ કરે તો ઊંચાઇઓને આંબી શકે. તેનું આ ઉદાહરણ છે. ડોલરભાઇએ એક જગ્‍યાએ કહેલું હું જે કાંઇ પણ છું તે પૂ.મોરારિબાપુના આશીર્વાદ અને કળપાથી છું. વર્ષે ત્રણ ચાર વખત ભારત આવવાનું કારણ પણ તેમના દર્શન કરવાની ઇચ્‍છા જ હોય છે. જે વ્‍યક્‍તિ ઇંગ્‍લેન્‍ડની સંસદમાં સ્‍થાન પામ્‍યા છે તેમની જીવનકથા રોમાંચક અને કેટલેક અંશે પ્રેરક છે. ડોલરભાઇનો જન્‍મ દક્ષિણ આફ્રિકાના યુગાન્‍ડામાં ૧૪ જુન ૧૯૫૩ ના રોજ થયો હતો. તેઓ જ્‍યારે ટીનએજર હતા ત્‍યારે જ બરાબર ઇદી અમીને વિદેશીઓને-ભારતીયોને દેશનિકાલ કરવા માંડ્‍યા. માત્ર સાડા સત્તર વર્ષની વયે કોઇ જ આધાર કે કોઇ નિ?તિ મૂકામ વગર તેઓ ઇંગ્‍લેન્‍ડ આવ્‍યા. શરૂઆતમાં એક હોટલમાં વેઇટર તરીકે કામ કર્યું. દિવસે નોકરી સાંજે એકાઉન્‍ટનસીના કલાસ કર્યા. તેમનો અભ્‍યાસ પૂર્ણ કર્યા પછી, લોર્ડ પોપટે રોકવેર ગ્‍લાસમાં ટ્રેઇની એકાઉન્‍ટન્‍ટ અને યુડીટી ફાયનાન્‍સ (બાર્કલેઝ) સહિત અનેક હોદ્દાઓ સંભાળ્‍યા. ૧૯૭૦ ના દાયકાના અંતમાં એકાઉન્‍ટન્‍ટ તરીકે પ્રેક્‍ટિસ કર્યા પછી લોર્ડ પોપટે બિઝનેસ અને કોર્પોરેટ ફાઇનાન્‍સમાં વિશેષતા પ્રાપ્ત કરી. તેઓ ચાર્ટર્ડ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ મેનેજમેન્‍ટ એકાઉન્‍ટન્‍ટ્‍સના સંલગ્ન સભ્‍ય રહ્યા છે. ઇ.સ. ૧૯૭૧ માં દુકાન શરૂ કરી પછી બિઝનેસ ફાયનાન્‍સનો કોર્સ કર્યો અને પછી સેટલ થતા ગયા. લોર્ડ પોપટે ૧૯૮૦ના દાયકાના અંતમાં હેલ્‍થકેર સેક્‍ટરમાં અને ૧૯૯૦ના દાયકાના અંતમાં હોસ્‍પિટાલિટી સેક્‍ટરમાં વૈવિધ્‍યીકરણ કર્યું અને યુકેમાં હોલિડે ઇન દ્વારા ઇન્‍ટરકોન્‍ટિનેન્‍ટલ હોટેલ્‍સ ગ્રુપ ફોર એક્‍સ-ેસ સાથે માસ્‍ટર ફ્રેન્‍ચાઇઝી મેળવી. આજે તેઓ હોટલ બિઝનેસ અને કેરહોમના વ્‍યવસાય ક્ષેત્રે છે.

 વર્ષો પહેલા રાજકોટની મુલાકાત દરમિયાન તેમણે ગુજરાત, ભારત વિશે ઘણું કહેલું. ડોલરભાઇ ઇંગ્‍લેન્‍ડ ગયા ત્‍યાર પછી ૧૯૭૮ થી તેઓ કન્‍ઝર્વેટિવ પાર્ટી સાથે સંકળાયેલા રહ્યા. ૪૬ વર્ષથી તેઓ તેમાં સક્રિય છે. જોન મેજર, માર્ગારેટ થેચર વડાપ્રધાન હતા ત્‍યારે ડોલરભાઇ કન્‍ઝર્વેટિવ પાર્ટીમાં કાર્યરત હતા. સાતત્‍યપૂર્ણ અને નિષ્ઠાપૂર્વકના કામને લીધે આજે તેઓ સંસદના હાઉસ ઓફ લોઝમાં છે. તેઓ સરકાર નિયુકત સભ્‍ય રહ્યા છે. લોર્ડ ડોલરભાઇ પોપટે કહેલુ કે, ગુજરાત દેશનું જ નહીં વિશ્વનું રોલ મોડેલ છે. અહીં લોકોનું જીવન ધોરણ, જીવન શૈલીમાં ગતિશીલ પરિવર્તન આવ્‍યું છે. તેમણે એ વખતે કહેલું કે, હું પહેલીવાર ૨૭ વર્ષની વયે ગુજરાત આવ્‍યો હતો ત્‍યારે ટ્રંકકોલ બુક કરવો પડતો અને હલ્લો..હલ્લો ની બૂમો પાડવી પડતી. આજે બધું બદલાયેલું જોવા મળે છે. હવે મોબાઇલો જ જોવા મળે છે. અહીંના લોકો વધારે શીખતા જાણતા થયા છે. બ્રિટનના ૨૭ દેશોમાં જેટલા ગ્રેજ્‍યુએટ છે તેના કરતાં ભારતમાં ગ્રેજયુએટની સંખ્‍યા વધારે છે. આગામી વિસોમાં બેલેન્‍સ ઓફ પાવર એટલે કે સત્તાનું સંતુલન પヘમિમાંથી પૂર્વ તરફ શિફ્‌ટ થશે. અહીં આર્ટ અને હાર્ટની કદર છે. સાધુઓનો આ દેશ છે તેનું તો ઇશ્વર જ ધ્‍યાન રાખશે.

ભારત સાથે સંબંધ મજબૂત કરવા તે તેના ઇલેકશન મેનીફેસ્‍ટોમાં હતું. ગુજરાતીઓ કે ભારતીયોના સ્‍વભાવ, જીવન, તેમની રીતભાત સાથે આ પક્ષનો મેળ બેસે છે. સામાજિક જવાબદારી, ઇશ્વરમાં શ્રધ્‍ધા જેવા અનેક લક્ષણો જે ભારતીયોમાં છે તે આ પક્ષની વિચારધારામાં છે. તે ભારતીયો માટેનું નેચરલ હોમ છે. લોર્ડ ડોલરભાઇનું એક પારિવારિક સાહસ છે ટી.એલ.સી. તે હોટલ અને કેરહોમ એટલે કે વળધ્‍ધાશ્રમોનુ સંચાલન કરે છે પરંતુ આ ટીએલસી એટલે ટ્રુથ-સત્‍ય, એલ-લવ-પ્રેમ અને સી-કરૂણા. આજે ભારતમાં મધ્‍યમ વર્ગની વસતી ૧૫૦ મિલીયન છે જે ૨૦૩૦ માં ૪૦૦ મિલીયન થશે અને તેના માટે મોડર્ન મેડિસિન્‍સ, એરક્રાફ્‌ટ એન્‍જિન્‍સ, ગ્રીન વ્‍હીકલ્‍સ, કોમ્‍પ્‍યુટર સોફ્‌ટવેર્સ, લીગલ સર્વીસીસ જેવી પ્રોડ્‍કટ-સેવાઓ ઉપલબ્‍ધ કરાવવા યુરોપ ઉત્‍સુક છે અને તેમના કહેવા પ્રમાણે તેઓ હવે ત્‍યાંના ભારતીયો અને અહીંના લોકો માટે ડાયરેકટ કોન્‍ટેકટ પોઇન્‍ટ રહેશે.

ઉલ્લેખનીય છે કે જ્‍યારે ડેવિડ કેમરન વડાપ્રધાન હતા તે સમયે વડાપ્રધાન આવાસ પર દિવાળીની ઉજવણી અને તે પણ ભારતીય રીત રિવાજ મુજબ તેમને અને તેમના પત્‍ની સંધ્‍યાબેને શરૂ કરાવી હતી. ત્‍યારથી લઈને અત્‍યારસુધી ૧૦ ડાઉનિંગ સ્‍ટ્રીટ (વડાપ્રધાન આવાસ) પર દિવાળીની ઉજવણી થાય છે. આ વર્ષે જોકે લેબર પાર્ટીના નેતા, વડાપ્રધાન કિર સ્‍ટારમર દ્વારા દિવાળી ઉજવણીમાં વિવાદ છેડાયો હતો જ્‍યારે તેમને નોનવેજ અને દારૂ પીરસાયું હતું. ત્‍યારે શિવાની રાજા દ્વારા પત્ર લખાયો હતો અને ત્‍યારબાદ વડાપ્રધાન દ્વારા માફીપત્ર પણ અપાયું હતું.

રાજકોટનાં જામનગર રોડ રામપર ખાતે નિરાધાર નિઃસંતાન વળદ્ધો અંદાજિત રૂ.૩૦૦ કરોડના ખર્ચે વળદ્ધાશ્રમ બનવા જઇ રહ્યું છે. નવા બની રહેલા વળદ્ધાશ્રમનાં લાભાર્થે પૂ. મોરારિબાપુની વૈશ્વિક રામકથા યોજાઈ. જેમાં ખાસ લંડન થી લોર્ડ ડોલરભાઇ પોપટ આવ્‍યા. ડોલરભાઈ પોપટના પુત્રો દ્વારા લંડનમાં ૯ ઓલ્‍ડ એજ હોમ એટલે કે વળદ્ધાશ્રમનું સંચાલન કરવામાં આવે છે. જ્‍યાં એક સ્‍થળ પર ફકત ૬૦ વડીલો એટલે કુલ ૫૪૦ વડીલોને આશ્રય અપાયો છે અને તેમની મેડિકલ સહિતની સાર સંભાળ રાખવામાં આવે છે. ઇંગ્‍લેન્‍ડમાં નિયમ છે કે દર છ મહિને વળદ્ધાશ્રમમાં સરકાર તરફથી ચેકીંગ થાય છે અને જોવામાં આવે છે કે બધું બરાબર ચાલે છે કે નહિ. ડોલરભાઈ જણાવે છે કે આ જ રીતે ભારતમાં પણ નિયમો જરૂરી છે.

લોર્ડ ડોલરભાઇ પોપટ નિયમિતપણે ભારત, મધ્‍ય-પૂર્વ અને પૂર્વ આફ્રિકાની મુલાકાત લે છે અને યુ.એસ., કેનેડા, દક્ષિણ આફ્રિકા અને યુરોપના સમુદાય અને વ્‍યવસાયિક નેતાઓ સાથે સારી રીતે પરિચિત છે. તેઓ ગુજરાતી, હિન્‍દી અને સ્‍વાહિલી સહિત ચાર ભાષાઓ બોલી જાણે છે. તેઓ ટોટનહામ હોટસ્‍પર ફૂટબોલ ક્‍લબના લાંબા સમયથી સમર્થક પણ છે. સૌ-થમ વખત ૧૯૮૪ માં તેઓ પૂજ્‍ય બાપુને મળ્‍યા અને ત્‍યારથી બાપુ સાથે આત્‍મીય રીતે જોડાયેલા છે. આ પછી ૧૯૯૭ થી લઇ હાલ ૨૦૨૩ સુધીમાં વેમ્‍બલી - લંડન, ગ્રીસ, અને કેમ્‍બ્રિજ યુનિવર્સિટી સહિત ચાર કથાનું આયોજન કર્યું હતું. કેમ્‍બ્રિજ યુનવર્સિટીમાં કથા શ્રવણ કરવા તે સમયના વડાપ્રધાન, મૂળ હિન્‍દુ ઋષિ સુનક પહોચ્‍યા હતા. ઋષિ સુનકે કહ્યું હતું કે, તેઓ વડાપ્રધાન તરીકે નહિ પણ હિન્‍દુ તરીકે આવ્‍યા છે અને સૌને જય સીયારામ કહ્યું હતું. વડાપ્રધાન હોવા છતાં રસોડામાં સેવા આપી અને ભાવિકોને પીરસ્‍યું હતું.

મોરારિબાપુએ ડોલરભાઇ પોપટને સલાહ આપી હતી કે, તેમણે ભારત અને ભારતીયો માટે કાંઇક કરવું જોઇએ. આજ પર્યંત તેઓ ભારત અને ઇંગલેન્‍ડ વચ્‍ચે આર્થિક સંબંધોને મજબુત કરવાના પક્ષધર છે. તેઓ માને છે કે, ભારતમાં યુવા વર્ગ અને મધ્‍યમવર્ગએ અર્થતંત્રના મજબુત ભાગ છે. આજે પણ તેઓ પૂજ્‍ય મોરારિબાપુના માર્ગદર્શન પણ ચાલે છે. તેઓ ખુલ્લા હૃદયે કહે છે હું જે કાંઇ પણ છું તે પૂ.મોરારિબાપુના આશીર્વાદ અને કળપાથી છું.(૩૭.૬)

મોરારિબાપુની આ રામકથા માનવતા માટે નવું પ્રકરણ શરૂ કરનારી : ડોલરભાઇ પોપટ

પૂજ્‍ય મોરારિબાપુએ ભાખેલું કે આ રામકથા એ ત્રિભુવનિય બની રહેશે. આ રામકથા અને જયસિયારામનો સાદ અને નાદ સાંભળી ખાસ લંડનથી લોર્ડ ડોલરભાઈ પોપટ રાજકોટ પધાર્યા હતા. લોર્ડ ડોલરભાઈ પોપટ બ્રિટેનના ૧૫ વરસ થી સિનિયર સાંસદ છે. બ્રિટેનની કન્‍ઝર્વેટિવ પાર્ટીના -થમ લોર્ડ છે.  ત્‍યાંના હાઉસ ઓફ લોર્ડસમાં નિમણૂંક પામેલા ડોલરભાઈ ભારત સાથે બ્રિટેનના સંબંધો વધુ મજબુત કરવા માટે સતત પ્રયત્‍નશીલ છે. તેઓ પોતે આજે જે કંઈ છે એ મોરારિબાપુની કળપાથી જ છે એવું તેઓ ગર્વ પૂર્વક જણાવે છે. લોર્ડ ડોલરભાઈ પુજ્‍ય બાપુના આશીર્વાદથી થઈ રહેલા સદભાવના વળદ્ધાશ્રમના સેવાકીય કાર્યોથી અત્‍યંત -ભાવીત થયા અને અંતરથી શુભેચ્‍છાઓ પાઠવી. લોર્ડ ડોલરભાઈ પોપટે કથા અંગે ઉમેર્યું કે પૂ. મોરારિબાપુની આ રામકથા માનવતા માટે નવું પ્રકરણ શરૂ કરનારી છે કેમ કે સદભાવના વળદ્ધાશ્રમની વડીલો અને વળક્ષો માટેની આ કથા છે. તેમણે વળદ્ધાશ્રમને નવી દ્રષ્ટિથી જોવા અને હકારાત્‍મક પગલું ગણવા લોકોને અપીલ કરી હતી. ભારતીય સંસ્‍કળતિમાં વડીલોને સન્‍માન આપવું એ કર્તવ્‍ય મનાયું છે ત્‍યારે વળદ્ધાશ્રમોમાં વળદ્ધોને પૂરતું સન્‍માન મળે છે. (૩૭.૪)

ડોલરભાઇ પરિવાર પ્રેમી છે

લોર્ડ ડોલરભાઇ પોપટ પરિવાર પ્રેમી છે. લોર્ડ ડોલરભાઇએ ૧૯ જુલાઈ ૧૯૮૦ના રોજ સંધ્‍યાબેન પોપટ સાથે લગ્ન કર્યા. આ દંપતિને ત્રણ પુત્રો છે. તેમના પત્‍ની કહે છે, તેઓ દયાવાન, કામ પ્રત્‍યે પ્રતિબધ્‍ધ, કેરિંગ, જનરસ અને સિધ્‍ધાંતવાદી છે. હા, કામને લીધે અમને કયારેક ભુલી જાય છે.

તેમનું નામ ડોલર છે તેથી તેમણે દીકરાઓના નામ પણ રાખ્‍યાં છે પાવન, રૂપિન, શિલીન. જેનો ઉચ્‍ચાર કરીએ તો પાઉન્‍ડ, રૂપિયા અને શિલીંગ થાય છે. ત્રણેય દિકરા રામાયણ વાંચે છે, ગુજરાતી બોલે સમજે છે પણ લખી શકતા નથી.

....અને પૂજ્‍ય બાપુના સૂચનથી

લોર્ડનો લોગો બન્‍યો...

લોર્ડ ડોલરભાઇ પોપટ પૂ. મોરારિબાપુની કથા સાંભળવા અને આશીર્વાદ લેવા રાજકોટ આવ્‍યા હતા. તેઓએ કહેલું કે જ્‍યારે અમે આફ્રિકાથી ઇંગ્‍લેન્‍ડ આવ્‍યા ત્‍યારે બહુ ડરેલા હતા પણ બાપુ અમને મળ્‍યા પછી અમારો ડર નીકળી ગયો. અમે બહુ ગંભિર હતા પણ મોરારિબાપુએ એમને નિર્ભય કર્યા, હસતાં કર્યા જે અમારા જીવનનું બહુ મોટુ પરિવર્તન હતું. જ્‍યારે ડોલરભાઇને લોર્ડનું બિરૂદ મળ્‍યું ત્‍યારે બાપુ યુકેના હાઉસ ઓફ કોમન્‍સમાં હાજર હતા અને એમાં સિસ્‍ટમ એવી છે કે લોર્ડને પોતાનો લોગો પોતાની રીતે બનાવવાની છુટ આપે. એ વખતે લોર્ડ ડોલરભાઇ પોપટે બાપુ પાસે લોગો માટે માર્ગદર્શન માગ્‍યું. પૂજ્‍ય બાપુના સૂચનથી એ લોગોમાં હનુમાનજીનો ફોટો, ગિરની ગાય છે અને ગિરનો સિંહપણ છે. એટલુંજ નહીં તેમણે પોતાના પદ માટેના સોગંદ પણ ગીતાજી પર હાથ રાખીને લીધા હતા.

આપ પણ પત્ર લખી શકો છોઃ
લોર્ડ ડોલરભાઈ પોપટ
 પાર્લામેન્ટ સ્કવેર, લંડન, ઍસડબલ્યુ-વન

(2:53 PM IST)